Pervez Musharraf : ‘ઘણું મોડું કર્યું ઉપરવાળાએ’, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધન પર લોકોએ આપી પ્રતિક્રિયા

|

Feb 05, 2023 | 2:02 PM

Pervez Musharraf : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે નિધન થયું છે. ગંભીર બીમારીના કારણે તેઓ દુબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. #PervezMusharraf ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે.

Pervez Musharraf : ઘણું મોડું કર્યું ઉપરવાળાએ, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધન પર લોકોએ આપી પ્રતિક્રિયા
Pervez Musharraf Passes Away

Follow us on

Pervez Musharraf Passes Away : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર તે એમાયલોઇડિસિસ રોગથી પીડિત હતો અને દુબઈની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ સેના પ્રમુખ મુશર્રફની સારવાર કરી રહેલા ડોક્ટરે પણ કહ્યું હતું કે, તેમને જે બીમારી છે તે ખૂબ જ ગંભીર છે, જેમાં બચવાની શક્યતા ઓછી છે, કારણ કે આ બીમારીમાં શરીરના ઘણા અંગો કામ કરવાનું બંધ કરી દે છે. પરવેઝ મુશર્રફ સાથે પણ એવું જ થયું. તેના શરીરના ઘણા અંગો બરાબર કામ કરતા ન હતા.

આ પણ વાંચો : Pervez Musharraf : કારગિલ તો એક બહાનું હતું, પાકિસ્તાનનો આ હતો પ્લાન, શરીફ પણ પરવેઝ મુશર્રફના પ્લાનિંગથી હતા અજાણ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો તમને યાદ હોય તો ગયા વર્ષે જૂનમાં જ પરવેઝ મુશર્રફના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી, ત્યારબાદ ઘણા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જો કે બાદમાં તેના પરિવારે એક નિવેદન જાહેર કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. હવે જ્યારે મુશર્રફનું ખરેખર નિધન થઈ ગયું છે, ત્યારે ફરી એકવાર લોકો સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગયા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં વ્યસ્ત છે. #PervezMusharraf ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે. જો કે, આ દરમિયાન, કેટલાક યુઝર્સ એવા છે જેમણે ટ્વિટર પર એક અલગ ચર્ચા શરૂ કરી દીધી છે. કેટલાક કહે છે કે, ‘ઉપરવાળાએ ઘણો વિલંબ કર્યો’ તો કેટલાક મજાકમાં કહી રહ્યા છે કે, ‘કાશ્મીર આઝાદ થયું હોત તો જોઈ લેત’.

યુઝર્સે આવી આપી પ્રતિક્રિયા

જણાવી દઈએ કે, પાકિસ્તાને મુશર્રફને ભાગેડુ જાહેર કર્યા હતા. આ પછી વર્ષ 2019માં પાકિસ્તાનની કોર્ટે પણ તેને મોતની સજા સંભળાવી હતી.

Next Article