Pawri Girlનો વધુ એક વીડિયો વાયરલ, સુરીલા અવાજમાં એવું ગીત ગાયુ કે લોકો બોલી ઉઠ્યા Wah…

|

Oct 05, 2021 | 9:55 AM

દનાનીર મુબીનનો (Dananeer Mobeen) આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમનું આ ગીત સાંભળીને લોકો તેમના નશીલા અવાજના ચાહક બની ગયા.

Pawri Girlનો વધુ એક વીડિયો વાયરલ, સુરીલા અવાજમાં એવું ગીત ગાયુ કે લોકો બોલી ઉઠ્યા Wah...
Pawri girl is back again with her singing video

Follow us on

તમને બધાએ પાકિસ્તાની (Pakistan) છોકરી દનાનીર મોબીન (Dananeer Mobeen) તો યાદ જ હશે, જેણે પોતાની પાવરી (Pawari) સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ એ જ છોકરી છે, જેનો જાદુ ભૂતકાળમાં લોકોના માથે ચઢીને બોલતો હતો. તેમના એક વીડિયો પર તો લોકોએ કેટલા ગીતો બનાવી દીધા હતા. હવે ફરીથી તેનો એક નવો વીડિયો ઈન્ટરનેટ જગતમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જે રીતે ‘પાવરી’ બોલે છે તેના કરતા પણ વધારે મજેદાર છે.

આ વખતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે પોતાનો જાદુઈ અવાજ ફેલાવી રહી છે. આ વખતે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન અલગ છે કારણ કે આ વીડિયોમાં પાવરી ગર્લ દનાનીર મોબીન ગીત ગાઈ રહી છે. તે પણ એટલી મધુર રીતે કે દરેક લોકો તેના દીવાના બની રહ્યા છે. દનાનીરે આ વીડિયોમાં ‘ખોયા જો તુ હોગા મેરા ક્યા’ ગીત ગાયું છે. દનાનીરે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દનાનીર મુબીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમનું આ ગીત સાંભળીને લોકો તેમના નશીલા અવાજના ચાહક બની ગયા.

દનાનીરના ચાહકો પણ આ અંગે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દનાનીરે ‘તેરા મેરા રિશ્તા પુરાના’ ગીત ગાઈને હેડલાઈન્સ બનાવી હતી. 6 ફેબ્રુઆરીએ દનાનીર પ્રથમ વખત ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો શેર કરતી વખતે ચર્ચામાં આવી હતી. પાર્ટીને ‘પાવરી’ કહેવાની તેમની સ્ટાઈલ લોકોને એટલી ગમી કે આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. તે પછી તેની ચર્ચા દરેક જગ્યાએ શરૂ થઈ. પરિણામે, લોકો તેની પાવર સ્ટાઇલની નકલ કરતા પણ જોવા મળ્યા. આ રીતે દનાનીર ઇન્ટરનેટ જગતમાં એક નવો સિતારો બની.

આ પણ વાંચો –

ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી

આ પણ વાંચો –

Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા

આ પણ વાંચો –

Lakhimpur Violence: પ્રિયંકા ગાંધી હજુ પણ નજરકેદમાં છે, કહ્યું- હું ખેડૂતોને મળવા લખીમપુર જઈશ

Next Article