Shocking Video : આને કહેવાય નસીબ..! હવામાં ફસાયું પેરાશૂટ, ખતરનાક ઝડપે નીચે ઉતર્યો સ્કાય ડાઇવર, જુઓ Shocking Video

|

Aug 04, 2022 | 3:07 PM

આ વીડિયો (Viral Video) ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ સ્કાય ડાઈવરના માથા પર લગાવેલા ગો-પ્રો કેમેરામાં કેદ થયેલા ભયાનક દ્રશ્ય (Shocking Video) જોઈને તમે પણ ગભરાઈ જશો.

Shocking Video : આને કહેવાય નસીબ..! હવામાં ફસાયું પેરાશૂટ, ખતરનાક ઝડપે નીચે ઉતર્યો સ્કાય ડાઇવર, જુઓ Shocking Video
parachute crash

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર દર કલાકે હજારો વીડિયો વાયરલ (Viral Video) થાય છે, પરંતુ તેમાંથી કેટલાક એવા હોય છે કે જેને જોયા પછી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક સ્કાય ડાઇવરનું પેરાશૂટ પ્લેનમાંથી કૂદ્યા પછી અચાનક ક્રેશ થઈ ગયું. આ પછી, માણસ રોકેટની ઝડપે આકાશમાંથી જમીન પર પડતો જોવા મળે છે. જો કે, પછીની ક્ષણે જે પણ થાય છે તે ચમત્કારથી ઓછું નથી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પેરાશૂટ અચાનક હવામાં ક્રેશ પડ્યું છે. આ પછી સ્કાય ડાઇવર ખૂબ જ ઝડપે નીચે પડવા લાગે છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે સ્કાય ડાઈવરનું પેરાશૂટ પ્લેનમાંથી કૂદ્યા પછી જ હવામાં ફસાઈ ગયું હશે. જે બાદ તે જમીન પર પડવા લાગે છે. આ દરમિયાન સ્કાય ડાઈવર પોતાને બચાવવાના તમામ પ્રયાસો કરે છે. આ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે એવો છે. જો કે, બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જે કોઈ ચમત્કારથી ઓછું નથી. સ્કાય ડાઇવરે જમીન પર પડતાં પહેલા ઇમરજન્સી પેરાશૂટ ખોલ્યું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વીડિયોમાં જુઓ, પેરાશૂટ હવામાં તૂટી પડતા શું થયું….

આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ સ્કાય ડાઈવરના માથા પર લગાવેલા ગો-પ્રો કેમેરામાં કેદ થયેલ ભયાનક દ્રશ્ય જોઈને તમે પણ ગભરાઈ જશો. આ અકસ્માતમાં સ્કાય ડાઈવરને ગંભીર ઈજા થઈ હશે. તમે જોઈ શકો છો કે ઈમરજન્સી પેરાશૂટ ખોલ્યા પછી પણ સ્કાય ડાઈવર જમીન પર ખૂબ જ જોરથી ટકરાઈ છે. તેનો આક્રંદ સ્પષ્ટ સાંભળી શકાય છે.

કોઈએ મોબાઈલથી આ ભયાનક દ્રશ્ય શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું. જે અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયું છે. આ વીડિયોને ટ્વિટર પર @TheFigen નામથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, આ વ્યક્તિ નસીબદાર હતો જે બચી ગયો. 1 મિનિટનો આ વીડિયો અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Next Article