Video : લાઈવ ટી.વી ડિબેટમાં બોલવાનો મોકો ન મળતા આ મહિલા કરવા લાગી ડાન્સ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ

|

Jan 19, 2022 | 2:30 PM

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટીવી પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એક મહિલા પેનલિસ્ટને બોલવાની તક આપવામાં આવી ન હતી, બાદમાં તે એવી તે ગુસ્સે થાય છે કે ચાલુ ડિબેટમાં ડાન્સ કરવા લાગે છે.

Video : લાઈવ ટી.વી ડિબેટમાં બોલવાનો મોકો ન મળતા આ મહિલા કરવા લાગી ડાન્સ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ
Panelist dance during live TV Debate

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર દરરોજ રમુજી વીડિયો (Video) વાયરલ થતા જોવા મળે છે. ક્યારેક રિપોર્ટરોના કારનામા તો ક્યારેક લાઈવ ડિબેટમાં કંઈક એવુ અજીબોગરીબ જોવા મળે છે, જે જોઈને લોકો પણ હસીને લોટ પોટ થઈ જાય છે. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. જેમાં લાઈવ ડિબેટ (TV Debate) દરમિયાન એક મહિલા પેનલિસ્ટને બોલવાની તક આપવામાં ન આવતા તે કંઈક એવુ કરે છે, જે જોઈને તમને પણ હસવુ આવશે.

બોલવાની તક ન મળતા મહિલાએ કંઈક આવુ કર્યુ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે લાઈવ ડિબેટ દરમિયાન એક મહિલા પેનલિસ્ટને બોલવાની તક આપવામાં આવી નથી આવતી, ત્યારે તે વચ્ચે ઊભી થયા છે અને ડાન્સ કરવા લાગે છે. એટલુ જ નહી તે વિચિત્ર ચહેરાઓ બનાવવા લાગી, જેથી લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાય. જ્યારે આ પેનલિસ્ટ બોલવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેને ન્યૂઝ એન્કરો અટકાવી દીધી હતી, જેના કારણે આ મહિલાએ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા આવુ કર્યુ. આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Elizabeth નામના યુઝરે શેર કર્યો છે. સાથે તેણે કેપ્સનમાં લખ્યુ કે, બોલવાનો ચાન્સ ન મળતા મહિલાએ કંઈક આવુ કર્યુ…! આ મજેદાર વીડિયોને અત્યાર સુધીમાં 34 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

યુઝર્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, લોકોનુ ધ્યાન ખેંચવા સારૂ દિમાગ લગાવ્યુ છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, મહિલા સાથે અન્યાય થયો છે,તેને બોલવાનો મોકો આપવો જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : રહેણાંક વિસ્તારમાં ચિત્તો આવી જતા કૂતરાનુ મગજ ફર્યુ, એવો પાઠ ભણાવ્યો કે ચિત્તો ઉભી પૂંછડીએ ભાગ્યો !

Next Article