Viral : રસ્તા પર ગુસ્સામાં દોડતુ જોવા મળ્યુ શાહમૃગ, સોશિયલ મીડિયા યૂઝર્સે આપી આ પ્રતિક્રિયા

|

Oct 28, 2021 | 9:54 AM

આ વીડિયોને હવે 80,000 થી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને ઘણી પ્રતિક્રિયાઓ સાથે વાયરલ થયો છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Viral : રસ્તા પર ગુસ્સામાં દોડતુ જોવા મળ્યુ શાહમૃગ, સોશિયલ મીડિયા યૂઝર્સે આપી આ પ્રતિક્રિયા
Ostrich seen running on streets of Lahore, Pakistan video goes viral

Follow us on

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં તમે કંઈપણ પોસ્ટ કરો છો, તે વાયરલ થઈ જ જાય છે. તમે બધાએ સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો જોયા હશે. કેટલાક ખૂબ જ ક્યૂટ હોય છે તો કેટલાક એવા હોય છે કે જેને જોયા પછી વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બની જાય છે. હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક શાહમૃગ જોવા મળી રહ્યો છે. હવે તમે વિચારતા જ હશો કે શાહમૃગ જોવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ શાહમૃગ જંગલોમાં કે કોઈ પક્ષીના માળામાં નહીં પરંતુ તે પાકિસ્તાનની રાજધાની લાહોરની સડકો પર દોડતો જોવા મળ્યો હતો.

લાહોરના એક હાઇવેની વચ્ચે એક શાહમૃગ ગુસ્સામાં દોડતો જોવા મળ્યો. હા, આ બિલકુલ સાચું છે. જેનો પુરાવો તમે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકો છો. હવે તે જ રસ્તા પર હાજર લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ આ ઘટનાને રેકોર્ડ કરીને કેદ કરી. અહેવાલો અનુસાર, આ ઘટના લાહોર કેનાલ રોડ પર બની હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ વીડિયોને હવે 80,000 થી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને ઘણી પ્રતિક્રિયાઓ સાથે વાયરલ થયો છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે લોકોએ લખ્યું કે, ‘ઓફિસ જતી વખતે મોડુ થાય ત્યારે આવું થાય છે’, જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું કે, ‘ટ્રેન છૂટી જવાની હોય તે વખતે આવું થાય છે’ અન્ય એક યુઝરે લખ્યું,’આ શાહમૃગને જોઈને કોઈને પણ નવાઈ લાગશે જ, સાથે જ ભલભલા વ્યક્તિ પણ ડરી જશે. તમને જણાવી દઈએ કે વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. સાથે લોકો ઇમોજી પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Apple iOS 15.1 : ફેસટાઇમમાં ઉમેરાયુ આ ખાસ ફિચર, વીડિયો કોલ દરમિયાન મ્યુઝિક અને ફિલ્મ પણ કરી શકાશે સ્ટ્રીમ

આ પણ વાંચો –

Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો –

Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન

Next Article