કાકાએ સાયકલ પર ‘ટાઈટેનિક પોઝ’ આપતા કર્યા સ્ટંટ, જુઓ જોરદાર વાયરલ વીડિયો

|

Dec 03, 2022 | 7:12 PM

સાઈકલ સ્ટંટ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળે છે, પરંતુ આ સ્ટંટ વીડિયો ખાસ છે કારણ કે આમાં એક વૃદ્ધ કાકા તેમની સાઈકલનું હેન્ડલ પકડ્યા વિના તેને ચલાવતા જોવા મળે છે.

કાકાએ સાયકલ પર ટાઈટેનિક પોઝ આપતા કર્યા સ્ટંટ, જુઓ જોરદાર વાયરલ વીડિયો
Stunt Viral Video
Image Credit source: Twitter

Follow us on

ઈન્ટરનેટની ‘દુનિયા’માં ફેમસ થવા માટે ઘણા લોકો સ્ટંટ કરતા હોય છે. ત્યારે વીડિયો અને ફોટો પર લાઈક્સ અને કમેન્ટ્સ કલેક્ટ કરવાના ચક્કરમાં કેટલાક લોકો એવા સ્ટંટ કરે છે, જેમાં તેમનો જીવ જોખમમાં મુકાય જતો હોય છે. ખાસ કરીને જ્યારે તમે બાઈક સ્ટંટ સાથે સંબંધિત વીડિયો જુઓ છો, ત્યારે તમને કંઈક એવું જ લાગશે. સાઈકલ સ્ટંટ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળે છે, પરંતુ આ સ્ટંટ વીડિયો ખાસ છે કારણ કે આમાં એક વૃદ્ધ કાકા તેમની સાઈકલનું હેન્ડલ પકડ્યા વિના તેને ચલાવતા જોવા મળે છે. આ દરમિયાન, તેઓ સાયકલ પર વિવિધ સ્ટંટ કરતા પણ જોવા મળે છે.

જ્યારે કાકા સાયકલ પર સ્ટંટ કરી રહ્યા છે, ત્યારે કોઈએ પોતાના કેમેરામાં આ દૃશ્યો કેદ કરી લીધા છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં આ વીડિયો ટ્વિટર પર કોઈ યુઝરે શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે દરેક ક્ષણનો આનંદ લો. વીડિયોમાં એક કાકા સાઈકલ ચલાવતા જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે આ વરસાદની મોસમનો છે કારણ કે રસ્તો ભીનો અને આસપાસનું વાતાવરણ એકદમ ખુશનુમા દેખાઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વૃદ્ધ કાકા સાઈકલ પર સ્ટંટ કરતા જોવા મળે છે. આ દરમિયાન ક્યારેક તે બંને હાથ હવામાં લહેરાવતા જોવા મળે છે તો ક્યારેક તે ટાઈટેનિક પોઝ આપતા જોવા મળે છે. પછી થોડી વાર પછી બંને પગ ઉપર રાખી ચલાવવાનો પ્રયાસ કર્યો. તેમને જોઈને એવું લાગે છે કે કોઈ છોકરો રસ્તા પર મસ્તી કરી રહ્યો છે.

જો કે આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો, પરંતુ દરેક લોકો તેના પર મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ સારી વાત છે કે કાકા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ જો થોડી પણ ભૂલ થઈ જાય તો તેમને ઈજા પણ થઈ શકતી હતી. આ પ્રકારે સ્ટંટ ન કરવાની અમે આપને સલાહ આપીએ છીએ. અહીં આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુથી મુકવામાં આવ્યો છે.

Next Article