અહો આશ્ચર્યમ ! માત્ર ત્રણ દિવસની બાળકી ચાલવા લાગી, VIDEO જોશો તો ચોંકી જશો
બાળકો સામાન્ય રીતે જન્મના 3 મહિનાની અંદર ઉંધા પડવાનું શીખે છે અને 6 મહિનાથી એક વર્ષમાં ચાલવાનું શીખે છે. તેમને પહેલીવાર ચાલતા જોવા માતા-પિતા માટે એક લહાવો છે. પરંતુ આ દિવસોમાં જે બાળકની ચર્ચા થઈ રહી છે તેણે જન્મના માત્ર ત્રણ દિવસમાં ચાલવાનું શરૂ કર્યું.

હાલમાં જ જ્યારે 3 દિવસ પહેલા જન્મેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થયો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં, આ ત્રણ દિવસની બાળકી વીડિયોમાં જે કરી રહી છે, કદાચ 6 મહિનાનું બાળક પણ ન કરી શકે, જન્મ પછી થોડા સમય પછી બાળક રોજ કંઇ નવું શીખે જે જોઇ માતા-પિતા ખુશ થાય છે. માતા-પિતા માટે આ અહેસાસ ખુબ ખાસ હોય છે, આધુનિક સમયમાં માત-પિતા બાળકની દરેક ક્ષણ કચકડે કેદ કરવા ઇચ્છે છે, આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
બાળકો સામાન્ય રીતે જન્મના 3 મહિનાની અંદર ઉંધા પડવાનું શીખે છે અને 6 મહિનાથી એક વર્ષમાં ચાલવાનું શીખે છે. તેમને પહેલીવાર ચાલતા જોવા માતા-પિતા માટે એક લહાવો છે. પરંતુ આ દિવસોમાં જે બાળકની ચર્ચા થઈ રહી છે તેણે જન્મના માત્ર ત્રણ દિવસમાં ચાલવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ નહીં. વાત જાણે એમ છે કે હોસ્પિટલમાં 3 દિવસની બાળકી ચાલવાની કોશીશ કરે છે.
‘વિડિયો રેકોર્ડ કરો નહીંતર કોઈ માનશે નહીં’
ડેઈલી મેલ સાથે વાત કરતા મિશેલે કહ્યું કે જ્યારે મેં તેને પહેલીવાર ચાલવાનો પ્રયાસ કરતા જોયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગઇ હતી. મેં ક્યારેય ત્રણ દિવસના બાળકને આ રીતે ચાલતા જોયું નથી. તેણે કહ્યું કે જ્યારે આ બન્યું ત્યારે હોસ્પિટલના રૂમમાં મારી સાથે માત્ર મારી માતા જ હતી અને તેણે કહ્યું કે મારે વીડિયો રેકોર્ડ કરવો જોઈએ, નહીં તો કોઈ મારા પર વિશ્વાસ કરશે નહીં. મારો મંગેતર પણ ત્યાં ન હતો અને જો મેં તેને વિડિયો ન બતાવ્યો હોત તો તેણે પણ વિશ્વાસ ન કર્યો હોત.
3 મહિનાની ઉંમરે આ કરવાનું શરૂ કર્યું
વીડિયો વિશે વાત કરીએ તો, બાળકી Nyilah Daise હોસ્પિટલના બેડ પર લથડતી અને આગળ વધવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વીડિયોમાં મિશેલની માતાનો આશ્ચર્યથી અવાજ પણ સંભળાય છે. મિશેલે કહ્યું કે આ વીડિયો જૂનો છે અને હવે તેની દીકરી 3 મહિનાની છે. આટલી નાની ઉંમરમાં તે સપોર્ટ સાથે ઉભી રહે છે તે આશ્ચર્યજનક છે. આ પણ સામાન્ય નથી.
દોઢ મહિનામાં બોલવાનો પ્રયાસ
મિશેલે કહ્યું કે મારી દીકરી મને રોજ સરપ્રાઈઝ કરી રહી છે. તેણે માત્ર દોઢ મહિનાની ઉંમરે જ બોલવાની કોશિશ શરૂ કરી છે અને તેની માતાની નકલ કરી છે. તેણે કહ્યું કે અમે તેને આઈ લવ યુ કહીએ છીએ અને તે તેને રિપીટ કરવાનો પ્રયાસ કરે છે.
આ કલયુગ છે, કંઈ પણ થઈ શકે છે
સામાન્ય રીતે બાળકો જ્યારે નવ મહિનાના થાય ત્યારે જ ચાલવાનો પ્રયાસ કરે છે. સમન્થાએ આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે જ્યારે તમારી દીકરી ત્રણ દિવસની થાય અને તે માથું ઊંચું રાખીને ચાલવાનો પ્રયાસ કરે કે તરત જ વીડિયો જોવામાં આવ્યું, તે વાયરલ થવા લાગ્યું અને લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપવા લાગ્યા. કોઈએ કહ્યું – તમારું બાળક જાદુઈ છે, તો કોઈએ કહ્યું, જુઓ, આ કલયુગ છે, કંઈપણ થઈ શકે છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો