Breaking News : રૂપસુંદરી નેહાની ટ્રેન મુસાફરી પાછળ છુપાયેલું મોટું રહસ્ય ! બેગ ખૂલતાં જ લોકો ચોંકી ગયા

નેહા ઝા નામની 25 વર્ષીય યુવતીની મુશ્કેલીઓ વધી છે. સમસ્તીપુરમાં ટ્રેનમાંથી દારૂની મોટી જથ્થાબંધ ખેપ ઝડપાયા બાદ પોલીસ હવે માત્ર 75 લીટર વિદેશી દારૂની જ તપાસ નથી કરી રહી, પરંતુ નેહાની જૂની મુસાફરી, મોબાઇલ રેકોર્ડ અને કથિત સપ્લાય નેટવર્કની પણ તપાસ કરી રહી છે.

Breaking News : રૂપસુંદરી નેહાની ટ્રેન મુસાફરી પાછળ છુપાયેલું મોટું રહસ્ય ! બેગ ખૂલતાં જ લોકો ચોંકી ગયા
| Updated on: Sep 09, 2026 | 6:00 PM

4 સપ્ટેમ્બરે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ સમસ્તીપુર જંક્શનના પ્લેટફોર્મ નંબર-5 પર પહોંચી ત્યારે GRPએ કાર્યવાહી કરી હતી. નેહા ઝા અને ઈશાન જે કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યાંથી આશરે 75 લીટર વિદેશી દારૂ મળી આવ્યો હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

પોલીસને શંકા છે કે નેહા અગાઉ પણ ટ્રેન મારફતે દારૂની ખેપ બિહાર લઈ આવી હોઈ શકે છે. તેથી તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. તપાસમાં એવી પણ વાત સામે આવી છે કે તે ફર્સ્ટ ACના કૂપેમાં મુસાફરી કરતી હતી, જેથી તેના પર શંકા ઓછી જાય.

આ કેસમાં દરભંગા કનેક્શન પણ મહત્વનું બની રહ્યું છે. નેહાએ દરભંગામાં અભ્યાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, દરભંગા સ્ટેશન પર સ્કેનર હોવાથી તે કથિત રીતે એક સ્ટેશન પહેલાં લહેરીયાસરાય ઉતરી જતી હતી અને ત્યાંથી પોતાના ભાડાના મકાન સુધી પહોંચતી હતી.

નેહા અગાઉ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે ડોક્ટરોના સંપર્કમાં આવી હતી તેવી માહિતી પણ તપાસમાં સામે આવી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ઓળખનો ઉપયોગ ખરેખર દારૂની કથિત સપ્લાય માટે થયો હતો કે નહીં.

નેહા અને ઈશાનના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. CDR અને WhatsApp ચેટની તપાસ ચાલી રહી છે. પોલીસને મોબાઇલમાં કેટલાક ડોક્ટરો અને વેપારીઓના નંબર મળ્યા હોવાની માહિતી છે.

આ ઉપરાંત નેહાના પરિવાર સાથે જોડાયેલા અગાઉના દારૂના કેસોની પણ તપાસ થઈ રહી છે. સમગ્ર મામલાની તપાસ માટે મુઝફ્ફરપુર રેલ SP દ્વારા SITની રચના કરવામાં આવી છે. હવે SIT એ શોધી રહી છે કે દારૂ ક્યાંથી આવતો હતો, કોના સુધી પહોંચતો હતો અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય હતું કે નહીં.

મહારાષ્ટ્ર ગરબા વિવાદ : મુસ્લિમ પ્રવેશબંધી મુદ્દે ઉદ્ધવ ઠાકરે, અમૃતા ફડણવીસ અને સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ

Published On - 5:55 pm, Wed, 9 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.