બાઈક પર આવેલા વાંદરાએ બાળકી પર કર્યો હુમલો, લોકોની સર્તકતાથી બચ્યો જીવ, જુઓ વીડિયો

|

Jul 27, 2022 | 9:50 AM

આજકાલ વાંદરાને લગતો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે હ્રદયને હચમચાવી નાખે એવો છે. આ વીડિયોમાં એક વાંદરો અચાનક રમતા રમતા નાના બાળક પર હુમલો કરતો જોવા મળે છે.

બાઈક પર આવેલા વાંદરાએ બાળકી પર કર્યો હુમલો, લોકોની સર્તકતાથી બચ્યો જીવ, જુઓ વીડિયો
Symbolic Image
Image Credit source: Google

Follow us on

તમે વાંદરાઓ તો જોયા જ હશે. તેઓ સામાજિક પ્રાણીઓ છે અને હંમેશા ટોળામાં રહેવાનું પસંદ કરે છે. જો કે તેઓ મૈત્રીપૂર્ણ પ્રાણીઓ છે, પરંતુ ક્યારેક તેઓ તેમના ઉગ્ર સ્વરૂપમાં પણ જોવા મળે છે અને તેમના ઉગ્ર સ્વરૂપમાં આવ્યા પછી તેઓ શું કરશે તે કોઈ કહી શકતું નથી. થોડા મહિના પહેલા જ વાંદરાઓ સાથે જોડાયેલા એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા હતા, જેમાં એવી વાત સામે આવી હતી કે વાંદરાઓ દ્વારા મોટી સંખ્યામાં કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાથી લોકો પણ ડરી ગયા હતા. વાંદરા (Monkey Viral Video)ઓને જોતા જ લોકો તેમની પાસેથી ભાગી જતા હતા. આજકાલ વાંદરાને લગતો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે હ્રદયને હચમચાવી નાખે એવો છે. આ વીડિયોમાં એક વાંદરો અચાનક રમતા રમતા નાના બાળક પર હુમલો કરતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાંદરો બાળકની બાઇક પર સવાર થઈને બુલેટની ઝડપે આવે છે અને આવતાની સાથે જ બાઇકને ફેંકી દે છે અને નાના બાળક પર હુમલો કરે છે, જેના કારણે તે પડી જાય છે. આ પછી તે તેને ખેંચીને પોતાની સાથે લઈ જવાની કોશિશ કરવા લાગે છે. તે તેને થોડી દૂર ખેંચીને લઈ જાય છે, પરંતુ તે પછી આસપાસના લોકો અવાજ કરવા લાગે છે, જેથી વાંદરો છોકરીને ત્યાં છોડીને ભાગી જાય છે. અહીં નવાઈની વાત એ હતી કે વાંદરો જે જગ્યાએથી બાળકીને ખેંચી ગયો હતો ત્યાં એક મહિલા પણ તેના નાના બાળક સાથે હાજર હતી, પરંતુ તેણે પણ વાંદરાના આ ભયંકર કૃત્ય પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી, પરંતુ તે શાંતિથી તેની જગ્યા પર બેસી રહી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વીડિયો ખરેખર હૃદયદ્રાવક છે, કારણ કે બાળક સાથે કંઈપણ થઈ શકતું હતું. આખરે વાંદરો પ્રાણી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફિગન નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે વાંદરો તે બાળકનું અપહરણ કરવા માંગતો હતો. જોકે, લોકોની તકેદારીના કારણે તે તેને પોતાની સાથે લઈ જઈ શક્યો ન હતો. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 42 મિલિયન એટલે કે 4.2 કરોડ વ્યૂઝ મળ્યા છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Next Article