લો બોલો ! દરિયામાં ડૂબેલુ જહાજ જોવા ગયેલા મંત્રીનું પણ પ્લેન ક્રેશ, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

|

Dec 23, 2021 | 2:24 PM

આ દિવસોમાં એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં ડૂબેલા જહાજનુ નિરીક્ષણ કરવા ગયેલા મંત્રીનુ વિમાન ક્રેશ થતા તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે.

લો બોલો ! દરિયામાં ડૂબેલુ જહાજ જોવા ગયેલા મંત્રીનું પણ પ્લેન ક્રેશ, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Madagascar Minister helicopter crash

Follow us on

Viral Video : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો (Shocking video) ખુબ ચર્ચામાં આવ્યો છે. આફ્રિકા મહાદ્વીપના નાના દેશ મેડાગાસ્કરમાં (Madagascar)હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ એક મંત્રીએ પોતાનો જીવ બચાવવા માટે 12 કલાક સુધી પાણીમાં તરવું પડ્યું હતું. જો કે રાહતની વાત એ છે કે હાલમાં મંત્રીની હાલત સ્થિર છે.તમને જણાવી દઈએ કે, વહીવટી અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી.

હેલિકોપ્ટર અચાનક ક્રેશ થયું

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

મેડાગાસ્કર દેશના કેબિનેટ પ્રધાન સર્જ ગેલનું(Serge Gelle)  હેલિકોપ્ટર સોમવારે ક્રેશ થયું હતું જ્યારે તેઓ ડૂબેલા જહાજનુ નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, 130 ગેરકાયદેસર મુસાફરોને લઈને જતું જહાજ મેડાગાસ્કરના ઉત્તરપૂર્વ કિનારે ડૂબી ગયું હતું. તે અકસ્માતમાં લગભગ 17 લોકોના મોત થયા હતા અને જ્યારે 68 લોકો ગુમ થયા હતા. આ દુર્ઘટનાનુ નિરીક્ષણ કરવા ગયેલા મંત્રીનુ વિમાન ક્રેશ થતા તેણે મુશ્કેલીના સમયમાં હિંમત ન હારી અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા.

જુઓ વીડિયો

મંત્રીજીનો વિડીયો થયો વાયરલ

આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં 57 વર્ષીય મંત્રી સર્જ થાકેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ કહે છે કે, ‘હજી મારો મરવાનો સમય આવ્યો નથી.’આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, વાહ..મંત્રીજીની હિંમત ખરેખર પ્રશંશનીય છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ મંત્રીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral: વ્યક્તિએ ઘરની બાઉન્ડ્રી વોલમાં બનાવી કૂતરા માટે બારી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘વાહ પાડોશી હો તો ઐસા’

આ પણ વાંચો : Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટે ટેણિયાએ લગાવ્યો ગજબનો જુગાડ, પણ તમે આવી ભુલ ન કરતા

Published On - 1:37 pm, Thu, 23 December 21

Next Article