Funny Viral : જુગાડથી બનેલી F1 કારમાં દૂધ વેચવા નીકળ્યો માણસ, વીડિયો જોઈને લોકોએ કરી ફની કોમેન્ટ્સ

|

Apr 29, 2022 | 10:39 AM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો છવાયેલો છે. જેમાં એક વ્યક્તિ જુગાડથી બનેલી F1 કારમાં દૂધ સપ્લાય કરતો જોવા મળે છે. આ ક્લિપ જોયા બાદ યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે.

Funny Viral : જુગાડથી બનેલી F1 કારમાં દૂધ વેચવા નીકળ્યો માણસ, વીડિયો જોઈને લોકોએ કરી ફની કોમેન્ટ્સ
man using jugaad Viral Video

Follow us on

જીવન જીવવાના સંઘર્ષમાં ઘણી વખત લોકોની ઈચ્છાઓ પાછળ રહી જાય છે અને આ મૂંઝવણમાં વ્યક્તિ કંઈક બીજું બનવા માંગે છે અને કંઈક બીજું બની જાય છે, પરંતુ તેના શોખ કોઈને કોઈ સ્વરૂપે દેખાતા હોય છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો (Viral Video) લોકોની સામે આવ્યો છે. જેમાં એક સજ્જન જુગાડથી બનેલી F1 કારમાં દૂધ સપ્લાય કરતા જોવા મળે છે. આ વીડિયો તેની સામેથી પસાર થઈ રહેલી કારમાં હાજર એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બ્લેક જેકેટ અને હેલ્મેટ પહેરેલી એક વ્યક્તિ જુગાડથી બનેલી F1 કારમાં દૂધ સપ્લાય કરતો જોવા મળી રહ્યો છે. આ વાહનને જોતા સ્પષ્ટ થાય છે કે એક દૂધવાળાએ તેની મોટરસાઇકલ અને ફોર્મ્યુલા કાર વચ્ચે કંઇક જુગાડ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અહીં વીડિયો જુઓ….

આ ફની વીડિયોને ટ્વિટર પર @RoadsOfMumbai નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘જ્યારે તમે ફોર્મ્યુલા વન ડ્રાઇવર બનવા માંગતા હોવ પરંતુ પરિવારની જવાબદારી હેઠળ ડેરી બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કરો.’ સમાચાર લખાય છે ત્યાં સુધી એક લાખથી વધુ લોકોએ આ ક્લિપ જોઈ છે અને તેમની પ્રતિક્રિયા કોમેન્ટ્સમાં આપવામાં આવી રહી છે.

આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ દૂધવાળાની ડિલિવરી સ્પીડ ખૂબ જ ખાસ હશે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ જુગાડ ખરેખર વખાણવા લાયક છે.’ આ સિવાય આના પર બીજા ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  IPL 2022 Orange Cap: શ્રેયસ અય્યરને સ્લો ઈનીંગ રમીને પણ થયો મોટો ફાયદો, ટોપ-5 માં થયો સામેલ

આ પણ વાંચો:  Pratik Gandhi Birthday : એક વેબ સિરીઝે બદલ્યું નસીબ, પછી ફિલ્મોમાં અજમાવ્યો હાથ

Next Article