Viral Photo: શખ્સે ટ્રેનમાં સુવા માટે લગાવ્યો ગજબનો દેસી જુગાડ, તસવીર જોઈ લોકો થયા દંગ

|

May 19, 2022 | 12:16 PM

જુગાડના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Pic) થતા હોય છે, જે ખૂબ જ ફની પણ હોય છે અને કેટલીકવાર લોકોને આશ્ચર્યમાં પણ મૂકી દે છે.

Viral Photo: શખ્સે ટ્રેનમાં સુવા માટે લગાવ્યો ગજબનો દેસી જુગાડ, તસવીર જોઈ લોકો થયા દંગ
Desi jugaad Viral Photo
Image Credit source: Twitter

Follow us on

લોકો પણ અદ્ભુત જુગાડુ હોય છે. તેઓ હંમેશા દરેક બાબતમાં જુગાડ શોધે છે. સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં જુગાડુ લોકોની કોઈ કમી નથી. અહીં તમને દરેક ગલી અને દરેક વિસ્તારમાં આવા લોકો જોવા મળશે, જેમણે જુગાડ (Jugaad Video)થી કંઇક ને કંઇક બનાવ્યું છે. જુગાડ કાર હવે સામાન્ય થઈ ગઈ છે, ઉનાળામાં લોકો જુગાડ સાથે કૂલરની અને એસીની હવા ખાતા હોય છે. જુગાડના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Pic) થતા હોય છે, જે ખૂબ જ ફની પણ હોય છે અને કેટલીકવાર લોકોને આશ્ચર્યમાં પણ મૂકી દે છે.

ઉનાળામાં તો તમે જોયું જ હશે કે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઊંઘની ઝપકી આવી જાય છે. આવી સ્થિતિમાં લોકોને બેસીને સૂવામાં ઘણી તકલીફ પડે છે, કારણ કે ઊંઘમાં પણ પડી જવાનો ડર રહે છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો હસી પડ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વાસ્તવમાં, આ તસવીરમાં એક વ્યક્તિએ ઊંઘની ઝપકી લેવા માટે જે જુગાડ કર્યો છે તે પ્રશંસનીય છે અને લોકો હસીને લોટપોટ પણ થઈ રહ્યા છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે એક સીટ પર 3-4 લોકો બેઠા છે. તેને જોઈને લાગે છે કે બપોર થઈ ગઈ છે અને બધા ઊંઘી રહ્યા છે.

તેમાં એક વ્યક્તિ એવી છે જેણે એવો જુગાડ કર્યો છે કે તે આરામથી સૂઈ પણ રહ્યો છે અને ઊંઘમાં પડે પણ નહીં. તેણે તેના કપાળ પર એક કપડુ બાંધ્યું છે અને કપડાનો એક છેડાને સામાન સ્ટોરેજ એરિયાની ટોચ પર હાજર લોખંડ સાથે બાંધ્યો છે. આવી સ્થિતિમાં, તે ગમે તેટલી ઊંઘ લઈ શકે છે, પરંતુ પડશે નહીં. એક વ્યક્તિનો આ ‘અદ્ભૂત’ જુગાડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દેશી જુગાડની આ તસવીર IPS ઓફિસર નવનીત સેકરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરી છે અને ફની કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે કે, ‘મારી પાસે આ જુગાડ માટે શબ્દો નથી. આ તસવીરને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે, જ્યારે 1500થી વધુ લોકોએ પોસ્ટને રિટ્વીટ કરીને વિવિધ ફની રિએક્શન્સ પણ આપ્યા છે.

Next Article