VIDEO: ચાલતી ગાડીમાંથી બહાર કુદી ગયો શખ્સ, પછી જે થયું તે જોઈ ચોંકી જશો, જુઓ વીડિયો

|

Apr 24, 2022 | 9:40 AM

તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં લોકો વિવિધ પ્રકારના અને ખતરનાક સ્ટંટ (Dangerous Stunts)કરતા જોવા મળે છે. આવા સ્ટંટ, જેમાં એક નાની ભૂલ પણ મોતનું કારણ બની શકે છે.

VIDEO: ચાલતી ગાડીમાંથી બહાર કુદી ગયો શખ્સ, પછી જે થયું તે જોઈ ચોંકી જશો, જુઓ વીડિયો
Man Jumped From Moving Car (Instagram)

Follow us on

દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમના પર કંઈક અલગ, કંઈક નવું કરવાનું ભૂત સવાર છે, જેને કેટલાક લોકો પાગલપણું પણ કહે છે, કારણ કે લોકો કંઈક અલગ કરવાની કોશિશમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. કેટલાક લોકોનો જુસ્સો એવો હોય છે કે તેમને મરવાનો ડર પણ નથી હોતો. તેઓ ફક્ત તેમના જૂનુનમાં જ જીવતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં લોકો વિવિધ પ્રકારના અને ખતરનાક સ્ટંટ(Dangerous Stunts)કરતા જોવા મળે છે. આવા સ્ટંટ, જેમાં એક નાની ભૂલ પણ મોતનું કારણ બની શકે છે.

તમે ફિલ્મોમાં ચાલતા વાહનમાંથી કૂદતા ઘણા દ્રશ્યો જોયા હશે, પરંતુ શું તમે ખરેખર કોઈને આવા સ્ટંટ કરતા જોયા છે? ત્યારે હાલ આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમને ફિલ્મોના ખતરનાક દ્રશ્યો ચોક્કસથી યાદ હશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્યાં એક મોટો ખાડો છે અને એક કાર તે જ ખાડા તરફ ઝડપથી આવે છે. જે વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે તે ખાડામાં પહોંચતા પહેલા તેમાંથી કૂદી પડે છે અને તે પછી કાર સીધી આવીને ખાડામાં જ પડી જાય છે. આમાં નવાઈની વાત એ છે કે કાર ખાડામાં એવી રીતે પડે છે કે તે સીધી ઊભી રહે છે.

આ પણ એક પ્રકારની કળા છે કે ચાલતા વાહનને ખાડામાં નાખીને તેને એવી રીતે સીધું ઉભું કરવું. તે સંતુલન જરૂરી છે. આ સાથે વાહનની સ્પીડ પણ જાણવી જોઈએ કે વાહન કઈ સ્પીડ પર લઈ જશે તો તમે આવા બેલેન્સિંગ સ્ટંટ કરી શકશો. આ વીડિયો એકદમ ચોંકાવનારો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર radical4x4 નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.4 મિલિયન એટલે કે 14 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 8 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે આ પૈસાની બરબાદી છે, જ્યારે બીજા યુઝરે મજાકમાં લખ્યું છે કે Fast and Furious સ્ટંટ નિષ્ફળ ગયો.

આ પણ વાંચો: Viral Video: બાળક અને ઘોડાનો પ્રેમ ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જૂઓ આ પ્રેમ ભર્યો વીડિયો

આ પણ વાંચો: Viral: એક હાથમાં દેશ સેવા એક હાથમાં જનસેવા, સિપાહીએ ગર્ભવતી મહિલાને સમયસર પહોંચાડી હોસ્પિટલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article