Magnet Man: કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યા બાદ શરીર બન્યું ચુંબક! સ્ટીલના વાસણો ચોંટવા લાગ્યા શરીરે

પુત્ર કહે છે કે તેણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો જેમાં દિલ્હીનો એક વ્યક્તિ જણાવી રહ્યો હતો કે કોરોનાનો બીજો ડોઝ લીધા પછી તેના શરીરમાં મેગ્નેટિક પાવર ઉત્પન્ન થઈ રહ્યો છે, આ વીડિયો જોયા પછી મેં મારા માતા-પિતાને પણ કહ્યું કે એક વાર પ્રયત્ન કરવો જોઈએ .

  • Publish Date - 10:45 pm, Thu, 10 June 21 Edited By: Kunjan Shukal
Magnet Man: કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યા બાદ શરીર બન્યું ચુંબક! સ્ટીલના વાસણો ચોંટવા લાગ્યા શરીરે
Magnet Man

Magnet Man: મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક જીલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ કોરોનાનો બીજો ડોઝ લગાવ્યા પછી એક વિચિત્ર દાવો કર્યો છે. વડીલ કહે છે કે બીજો ડોઝ (2nd dose of Corona Vaccination) લગાવ્યા પછી તેના શરીરમાં ચુંબકીય શક્તિ (Magnetic power) ઉભી થઈ છે.

 

જેના કારણે હવે સ્ટીલના વાસણો તેના શરીર પર ખૂબ જ સરળતાથી ચોંટી રહ્યા છે. જે રીતે ચુંબક (magnet) લોખંડની વસ્તુને ચોંટી જાય છે. આ વસ્તુ સાબિત કરવા માટે તેણે એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘરમાં ઉપયોગમાં લેવાતી ચમચી, નાની પ્લેટો અને વાસણો શરીરને ચોંટી રહ્યા છે.

 

શરીર બન્યુ ચુંબક

નાસિકના આ વ્યક્તિનું નામ અરવિંદ જગન્નાથ સોનાર છે. તેને થોડા દિવસ પહેલા કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે. તેનો દાવો છે કે આ પ્રકારની ચુંબકીય શક્તિ બન્ને ડોઝ લીધા બાદ જ ઉત્પન્ન થઈ છે. અરવિંદ નાસિકના શિવાજી ચોકમાં રહે છે.

 

જ્યારે આ ઘટના પહેલીવાર બની ત્યારે પરિવારના સભ્યોને લાગ્યું કે કદાચ પરસેવાના કારણે આ વાસણો શરીરમાં ચોંટી રહ્યા છે. જે બાદ અરવિંદ સોનારને નવડાવવામાં આવ્યા હતા. આ પછી પણ સ્ટીલની ચીજો તેના શરીરને ચોંટી રહી હતી. હાલ આ ઘટના ઘણા દિવસોથી ચર્ચામાં છે.

 

ડોક્ટરો માટે પણ “કોયડો’

આવી સ્થિતિમાં હવે નાસિક શહેરના તબીબો માટે પણ આ બાબત એક વિચિત્ર કોયડો સાબિત થઈ રહી છે. જ્યારે આ વિષય પર નાસિક જિલ્લાના ડો.અશોક થોરાત સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તે સંશોધનનો વિષય છે. અત્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી અને ઉતાવળ જેવી સાબિત થશે. આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે તે સંપૂર્ણ તપાસ બાદ જ નિષ્કર્ષ કાઢી શકાશે. હાલમાં અમે તેનો અહેવાલ મહારાષ્ટ્ર સરકારને મોકલીશું અને તેમની સૂચના મુજબ કામ કરવામાં આવશે.

 

યુ ટ્યુબ પર જોયો હતો વીડિયો

અરવિંદ સોનારનો પુત્ર કહે છે કે તેણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો જેમાં દિલ્હીનો એક વ્યક્તિ જણાવી રહ્યો હતો કે કોરોનાનો બીજો ડોઝ લીધા પછી તેના શરીરમાં મેગ્નેટિક પાવર ઉત્પન્ન થઈ રહ્યો છે, આ વીડિયો જોયા પછી મેં મારા માતા-પિતાને પણ કહ્યું કે એક વાર પ્રયત્ન કરવો જોઈએ . જ્યારે અમે પપ્પાના શરીર પર સિક્કા, ચમચી, પ્લેટો જેવી ચીજો લગાવી ત્યારે તે બધી વસ્તુઓ તેના શરીર પર ચોંટી ગઈ હતી.

 

હવે આ ઘટનાથી આખો પરિવાર ચોંકી ઉઠ્યો છે. દરેક વ્યક્તિએ જાણવા માંગે છે કે શરીરમાં આટલી મોટી માત્રામાં ચુંબકીય શક્તિ કેવી રીતે પેદા થઈ છે. જો કે, ડોકટરો પાસે પણ આને લઈને કોઈ નક્કર જવાબ નથી.

 

રસી વિશે મૂંઝવણ

કોરોના રસીના અમલીકરણ અંગે મહારાષ્ટ્રમાં પહેલેથી જ મૂંઝવણ અને ભયનું વાતાવરણ છે. ઘણા ગામોમાં લોકો કોરોના રસી લગાવવામાં ડરતા હોય છે. આવી સ્થિતિમાં જો આવા સમાચાર સામે આવે છે તો રસીકરણ અભિયાનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તેથી તંત્રએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ.

 

ખાસ નોંધ: TV9 આ ચુંબકીય ઘટનાની પુષ્ટિ અથવા સમર્થન આપતું નથી કે આ ઘટના કોરોના રસીના બીજા ડોઝ પછી જ થઈ છે તેવું માની લેવું નહીં.