Lohri 2021: ક્યારે મનાવાશે લોહરી? જાણો મહત્વ, માન્યતા, અને પારંપરિક કથા

|

Jan 12, 2021 | 3:55 PM

લોહરીએ ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણા પ્રાંતમાં આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે.મકારસંક્રાંતિથી એક દિવસ અગાઉ આવતા તહેવારમાં લોકો સૂર્યાસ્ત પછી પોતાના ઘરની સામે લોહરી પ્રગટાવે છે.

Lohri 2021: ક્યારે મનાવાશે લોહરી? જાણો મહત્વ, માન્યતા, અને પારંપરિક કથા
lohri

Follow us on

Lohri 2021: પંજાબ-હરિયાણામાં મુખ્યત્વે ઉજવાતો આ તહેવાર આમ જોવા જઈએ તો 13 જાન્યુઆરીએ માનવામાં આવે છે. પંજાબી સંસ્કૃતિ મુજબ આ દિવસે ખેડૂતો પોતાના પાક લણવાની શરૂઆત કરે છે. લોહરીએ ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે.

ખાસ કરીને પંજાબ અને હરિયાણા પ્રાંતમાં આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે.મકારસંક્રાંતિથી એક દિવસ અગાઉ આવતા તહેવારમાં લોકો સૂર્યાસ્ત પછી પોતાના ઘરની સામે લોહરી પ્રગટાવે છે. આ સાથે જ પુરુષો ભાંગડા અને મહિલાઓ ગીદ્દા નૃત્યો કરે છે. નવિવાહિત મહિલાઓ અને માઁ બનેલી મહિલાઓ આ તહેવારની આતુરતાથી રાહ જોતી હોય છે.

શું છે મહત્વ ?
લોહરીનો તહવાર મકરસંક્રાંતિના અગાઉના દિવસે ઉજવાય છે. આ સાથે જ પૌષ મહિનાની સમાપ્તિ થાય છે માહ મહિનાની શરૂઆત થાય છે. આ દિવસે લોકો પવિત્ર લોહરી અગ્નિમાં ગોળ, રેવડી, ગજક, અને મગફળી નાંખીને લોકો તેમની ફરતે પરિક્રમા કરે છે. કહેવાય છે કે જે લોકો આ પવિત્ર અગ્નિની ફરતે પરિક્રમા કરે છે તેનું વૈવાહિક જીવન સુમધુર અને મજબૂત બને છે. એટલા માટે જ વૈવાહિક યુગલો પારંપરિક વેશભૂષામાં આ તહેવાર મનાવે છે. બીજી બાજુ આ તહેવાર ખેડૂતો માટે નવું વર્ષ પણ કહેવાય છે. આ વર્ષે ઘરમાં નવા પાકની પૂજા પણ કરવામાં આવે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

lohri celebration

શા માટે મનાવામાં આવે છે ?
પંજાબી રિત-રીવાજ મુજબ જાન્યુઆરી મહિનો એટલે કે ઠંડીના અંતમાં વાવણી અને લણણીનો સમય માનવામાં આવે છે. મુખ્યત્વે આ તહેવાર પ્રકૃતિમાં આવી રહેલા પરિવર્તનોનો આનંદ લેવા માટે મનાવામાં આવે છે. માનવામાં આવે છે કે લોહરીની રાત વર્ષની છેલ્લી સૌથી લાંબી રાત હોય છે. આ પછી દિવસો લાંબા થવા માંડે છે. આ લોકપર્વને ફસલ ઉત્સવના નામથી પણ જાણવામાં આવે છે.

શું છે લોહરીની પારંપરિક કથા?
લોહરીના દિવસે દૂલ્લા ભટ્ટીની વાર્તા સાંભળવામાં આવે છે. માનવામાં આવે છે દૂલ્લા ભટ્ટીનો સબંધ મુગલ કાળથી અકબરના શાસનકાળ સાથે જોડાયેલો છે. પારંપરિક વાર્તાઓ મુજબ તે સમયમાં પંજાબમાં છોકરીઓને મોટા-મોટા સોદાગરોને વેહચી નાખતા હતા. ત્યારે તેમણે (દૂલ્લા ભટ્ટી)એ કોઇ નાયકની જેમ આવી છોકરીઓની રક્ષા કરી અને હિન્દુ યુવકો સાથે તેમના વિવાહ કરાવ્યા હતા.ત્યારથી જ લોકોએ તેમના નાયક માની લીધા અને લોહરીના દિવસે તેમની વાર્તાઓ સાંભળવાની-સંભળાવવાની પરંપરા શરૂ થઈ.

Next Article