એક મત આપો અને મેળવો હેલિકોપ્ટર, એક કરોડ રોકડા, ત્રણ માળનું મકાન અને ચંદ્રની સફર

|

Mar 25, 2021 | 3:30 PM

મતદારોના મત મેળવવા માટે ઉમેદવારો ચૂંટણી દરમિયાન શું કરતા નથી. જે સમયે તેઓ પ્રચાર માટે મતદારો પાસે જાય છે, તે સમયે તેઓ તેમના તરફ વળવાની ઘણી યુક્તિઓ અપનાવે છે.

એક મત આપો અને મેળવો હેલિકોપ્ટર, એક કરોડ રોકડા, ત્રણ માળનું મકાન અને ચંદ્રની સફર
Thulam Saravanan's

Follow us on

દક્ષિણ મદુરૈ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા થુલમ સારાવનને વચનોની લાંબી સૂચિ તૈયાર કરી છે. જેમાં તેઓ લોકોને મિનિ હેલિકોપ્ટર, વર્ષમાં એક કરોડ રૂપિયા, લગ્ન માટેના સોનાના આભૂષણ, ત્રણ માળનું મકાન અને ચાંદ સુધીની સફરનું વચન આપી રહ્યા છે.

મતદારોના મત મેળવવા માટે ઉમેદવારો ચૂંટણી દરમિયાન શું કરતા નથી. જે સમયે તેઓ પ્રચાર માટે મતદારો પાસે જાય છે, તે સમયે તેઓ તેમના તરફ વળવાની ઘણી યુક્તિઓ અપનાવે છે. આવું જ કંઈક તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી લડતા એક નેતા દ્વારા કરવામાં આવ્યું છે. અપક્ષ ઉમેદવાર થુલમ સરવનને લોકોને આવા ચૂંટણીલક્ષી વચનો આપ્યા હતા જેના કારણે તે ચર્ચામાં છે.

એક અહેવાલ મુજબ, દક્ષિણ મદુરૈ મત વિસ્તારમાંથી ચૂંટણી લડનારા થુલમ સરવનને વચનોની લાંબી સૂચિ તૈયાર કરી છે. જેમાં તેઓ લોકોને મિનિ હેલિકોપ્ટર, વર્ષમાં એક કરોડ રૂપિયા, લગ્ન માટેના સોનાના આભૂષણ, ત્રણ માળનું મકાન અને ચાંદ સુધીની સફરનું વચન આપી રહ્યા છે. આ મતદાર ક્ષેત્રમાંથી 13 ઉમેદવારો લડી રહ્યા છે પરંતુ તેમના ઘોષણાપત્ર અને વચનોને કારણે થુલમ સૌથી વધુ ચર્ચામાં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

33 વર્ષીય થુલમ સારાવનને મિડીયો રિપોર્ટ અનુસાર ઉમેદવારે  ઈન્ટર્વ્યુમાં જણાવ્યુ હતું કે  મારો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. લોકોને મફત સામાન આપનારા રાજકીય પક્ષોથી બચવું જોઈએ. હું ઇચ્છું છું કે તેઓ સારા ઉમેદવાર પસંદગી કરે જે સાધારણ અને નમ્ર હોય. થુલમ એવા નેતાઓ વિશે લોકોને કહેવા માંગે છે જેઓ લાંબા વચન આપે છે. તેમનું ચૂંટણી પ્રતીક ‘ડસ્ટબિન’ છે. તેમનો સૂત્ર છે કે જો તમારે તે વચનોના ઝાસામાં આવીને પોતાનો મત આપવા માંગતા હોય તો તમારો મત કચરાપેટીમાં નાંખો.

તેમણે પોતાના મતદાર ક્ષેત્રને ઠંડુ રાખવા માટે 300 ફુટ ઊંચો બરફનો પર્વત, દરેક પરિવારને એક હોડી, ગૃહિણીઓના કામનો ભાર ઘટાડવા માટેનો રોબોટ, સ્પેસ સેન્ટર અને રોકેટ લોંચિંગ પેડ આપવાનું વચન પણ આપ્યું છે. સારાવનના હજી લગ્ન થયા નથી અને તે તેમના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે. સારાવનને કહ્યું કે તેમણે ઉમેદવારી પત્ર ભરવા માટે વ્યાજે પૈસા લીધા છે. આ ઉમેદવાર જો ચૂંટણી જીતે તો વચન કેવી રીતે પાળશે તે એક સવાલ છે. આમ છતા લોકોમાં હાલ તો આ ઉમેદવાર રમુજીનુ પાત્ર બન્યો છે.

Next Article