Viral: સિંહનો આશ્ચર્યજનક વીડિયો આવ્યો સામે, યુઝર્સે કહ્યું ‘સિંહ આવું કેવી રીતે કરી શકે’

|

Mar 21, 2022 | 5:10 PM

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયાના લોકો પણ વિચારમાં પડી ગયા છે. કારણ કે આ વીડિયો કોઈ સર્કસનો નથી, પરંતુ જંગલનો છે. વાયરલ થયેલો આ વીડિયો થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા પછી બધા ચોંકી ગયા છે.

Viral: સિંહનો આશ્ચર્યજનક વીડિયો આવ્યો સામે, યુઝર્સે કહ્યું સિંહ આવું કેવી રીતે કરી શકે
Lion Shocking video

Follow us on

એવું કહેવાય છે કે જે જંગલમાં મજબૂત હોય છે, તેનું જ શાસન ચાલે છે. જો કે જંગલમાં ઘણા નિર્દય શિકારીઓ રહે છે, પરંતુ સિંહ આખરે સિંહ છે. જો કોઈ તેની ઝપટે ચડી જાય તો તે તેનું શું થાય તે કહીં ન શકાય. (Lion Attack Video) તેથી જ સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં બબ્બર સિંહનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારી આંખો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જશે (Shocking Video). હકીકતમાં આ વીડિયોમાં સિંહ ગભરાઈને એક વ્યક્તિ પાસેથી ભાગતો જોવા મળે છે. તમે આવો વીડિયો ભાગ્યે જ જોયો હશે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયાના લોકો પણ વિચારમાં પડી ગયા છે. કારણ કે આ વીડિયો કોઈ સર્કસનો નથી, પરંતુ જંગલનો છે. વાયરલ થયેલો આ વીડિયો થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા પછી બધા ચોંકી ગયા છે.

કારણ કે આ પહેલા તમે બબ્બર શેરનો આવો વીડિયો ભાગ્યે જ જોયો હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ લાકડી વડે સિંહને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સિંહ તેના પર ત્રાટકવાને બદલે સિંહ તેનાથી ડરીને ભાગી રહ્યો છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. તમે જોઈ શકો છો કે લાકડી જોઈને સિંહ ડરી ગયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. તો ચાલો જોઈએ આ વીડિયો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

બબ્બર સિંહનો આ ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો earth.reel નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, હવે તમે તેને કેપ્શન આપો. બે દિવસ પહેલા શેયર કરાયેલા આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ સાવ ગાંડપણ છે. મારો મતલબ, તે આત્મહત્યા કરવા જેવું છે.’ ત્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે ‘હું શું જોઈ રહ્યો છું. સિંહ માણસથી ભાગી રહ્યો છે એ વાત સાચી છે?’ એ જ રીતે અન્ય એક યુઝરે પણ સિંહના આ કૃત્ય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો: Google Chrome યુઝર્સ સાવધાન, સરકારે આપ્યું હાઈ એલર્ટ, ફોલો કરો આ એડવાઈઝરી

આ પણ વાંચો: ‘નાગિન 6’ ના સેટ પર હોળી રમતી જોવા મળી તેજસ્વી પ્રકાશ

Next Article