Google Chrome યુઝર્સ સાવધાન, સરકારે આપ્યું હાઈ એલર્ટ, ફોલો કરો આ એડવાઈઝરી

IT મંત્રાલયની ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે. સરકાર તરફથી આ ચેતવણી ખાસ કરીને ક્રોમ યુઝર્સ માટે છે.

Google Chrome યુઝર્સ સાવધાન, સરકારે આપ્યું હાઈ એલર્ટ, ફોલો કરો આ એડવાઈઝરી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 2:57 PM

જો તમે ગૂગલ ક્રોમ (Google Chrome) યુઝર છો તો તમારા માટે મહત્વપૂર્ણ માહિતી છે. જો તમે આ માહિતીને અવગણશો તો તમારે ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. વાસ્તવમાં IT મંત્રાલયની ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે. સરકાર તરફથી આ ચેતવણી ખાસ કરીને એવા ક્રોમ યુઝર્સ માટે છે, જેઓ ગૂગલ ક્રોમ વર્ઝન 99.0.4844.74 અથવા તેના પહેલાના ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છે.

સરકારે જાહેર કર્યું છે હાઈ એલર્ટ

CERT-In એ એક ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે Google Chromeમાં સંખ્યાબંધ ખામીઓ ઓળખવામાં આવી છે, જે તમારા Google Chrome બ્રાઉઝર દ્વારા લેપટોપ, મોબાઈલ અને ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર સાયબર હુમલા માટે જવાબદાર બની શકે છે. આ પ્રકારના હુમલામાં હેકર્સ ઈચ્છે તેવા કોડનો ઉપયોગ કરીને રિમોટલી કોમ્પ્યુટર, મોબાઈલ અને અન્ય ગેજેટ્સની ઍક્સેસ મેળવે છે. આવા હુમલાઓમાં સુરક્ષા જોખમ ઊંચું હોય છે, કારણ કે હેકર્સ Google Chrome બ્રાઉઝરના જૂના વર્ઝનમાં સિક્યોરિટી પ્રતિબંધોને બાયપાસ કરવામાં સક્ષમ છે.

Google Chromeમાં ખામીઓ

ગૂગલ ક્રોમના જૂના વર્ઝનમાં ઘણી સુરક્ષા ખામીઓ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં બ્લિંક લેઆઉટ, એક્સ્ટેન્શન, સેફ બ્રાઉઝિંગ, સ્પ્લિટસ્ક્રીન, એન્ગલ, ન્યૂ ટેબ પેજ, બ્રાઉઝર UI અને GPUમાં હીપ બફર ઓવરફ્લોને કારણે ખામીઓ છે. CERT-in એ કહ્યું કે આ વપરાશકર્તાઓએ તરત જ Google Chrome વર્ઝન 99.0.4844.74 નું અપડેટ મેળવવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

Google Chromeએ વિશ્વની સૌથી લોકપ્રિય બ્રાઉઝિંગ એપ્લિકેશન

આપને જણાવી દઈએ કે ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય બ્રાઉઝર છે. Google Chrome વિશ્વભરમાં 65.38 ટકા સાથે સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. Appleના બ્રાઉઝિંગ પ્લેટફોર્મનો માર્કેટ શેર લગભગ 9.84 ટકા છે. તે પછી 9.5 ટકાના બજાર હિસ્સા સાથે ‘માઈક્રોસોફ્ટ એજ’ આવે છે.

આ પણ વાંચો: Tech News: હવે ફોનની બેટરી જલ્દી ખતમ નહીં થાય! જો કોઈ એપ આ કામ કરશે તો યુઝરને મળશે એલર્ટ

આ પણ વાંચો: Viral: ફુલ સ્પીડમાં જઈ રહેલી ઓટો રિક્ષા પર છોકરાએ માર્યો ફુગ્ગો, ફિલ્મી સ્ટાઈલમાં રિક્ષા કેટલાય મીટર ઢસડાઈ

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">