Video : રહેણાંક વિસ્તારમાં ચિત્તો આવી જતા કૂતરાનુ મગજ ફર્યુ, એવો પાઠ ભણાવ્યો કે ચિત્તો ઉભી પૂંછડીએ ભાગ્યો !

|

Jan 19, 2022 | 12:26 PM

વીડિયોમાં એક ચિત્તો રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. જે બાદ તે કૂતરાને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ સમય દરમિયાન કૂતરો જે કંઈ કરે છે તે જોઈને તમે પણ તેની પ્રશંસા કરશો.

Video : રહેણાંક વિસ્તારમાં ચિત્તો આવી જતા કૂતરાનુ મગજ ફર્યુ, એવો પાઠ ભણાવ્યો કે ચિત્તો ઉભી પૂંછડીએ ભાગ્યો !
Dog video goes viral

Follow us on

Viral Video : એવા ઘણા પ્રાણીઓ છે જે અદ્ભુત ચપળતા ધરાવે છે. સામાન્ય રીતે ચિત્તા (Leopard)  જેવી અદભૂત ચપળતા ભાગ્યે જ કોઈ પ્રાણીમાં જોવા મળે છે. પરંતુ આ દિવસોમાં એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કૂતરાએ એવું કામ કર્યું છે જેના વખાણ કરતાં તમે થાકશો નહીં. વીડિયોમાં એક કૂતરો(Dog) અને ચિત્તા એકબીજા સાથે લડતા જોવા મળે છે. જંગલના સૌથી ભયંકર શિકારી સાથે કૂતરાની લડાઈ જોઈને તમે પણ દંગ રહી જશો.

કૂતરાએ કર્યુ કંઈક આવુ……!

હવે આ કૂતરાની ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે, એક ચિત્તો જંગલમાંથી ભટકીને રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરે છે. જે બાદ તે એક કૂતરાને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ સમય દરમિયાન કૂતરો જે પણ કરતો જોવા મળશે, તમે પણ તેની પ્રશંસા કરશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો ચિતાની સામે હાર માનતો નથી અને આખરે ચિત્તો થાકીને ત્યાંથી ભાગી જાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જુઓ વીડિયો

મજેદાર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી nature27_12 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, કૂતરાએ ચિત્તાને બરાબરનો પાઠ ભણાવ્યો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, કોઈને પણ કમજોર ન સમજવુ જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ કૂતરાની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral: દુનિયાનો સૌથી અનોખો જૂગાડ, શખ્સે સાઈકલ સાથે કંઈક એવું કર્યું કે બની ગયો વિશ્વ રેકોર્ડ

Next Article