શું તમને ખબર છે કે, કોઈ રેસ્ટોરન્ટ માલિક પહેરવેશને કારણે ગ્રાહકને પ્રવેશ કરતા અટકાવી શકે કે નહીં ? જાણો શું છે નિયમ

|

Sep 30, 2021 | 11:34 PM

હોટલ, રેસ્ટોરન્ટને લગતા ઘણા કાયદાઓ પણ છે. જેમાં તમને ઘણા અધિકારો પણ મળે છે. આ સ્થિતિમાં તમારે તેમના વિશે પણ જાણવું જોઈએ જેથી તમારા અધિકારોનું ઉલ્લંઘન ન થાય.

શું તમને ખબર છે કે, કોઈ રેસ્ટોરન્ટ માલિક પહેરવેશને કારણે ગ્રાહકને પ્રવેશ કરતા અટકાવી શકે કે નહીં ? જાણો શું છે નિયમ
File photo

Follow us on

થોડા સમય પહેલા દિલ્લીની એક રેસ્ટોરન્ટની વિડીયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થયો હતો. જેમ રેસ્ટોરન્ટના માલિકે મહિલાએ સાડી પહેરી હોવાને કારણે એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

દક્ષિણ દિલ્લી નિગમ (South Delhi Corporation) દ્વારા આ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરીને તાળા મારી દીધા છે. પરંતુ તમને જણાવી દઈએ કે,  રેસ્ટોરન્ટને તાળા મારવાનું કારણ મહિલાને સાડીના કારણે નહીં પરંતુ લાઇસન્સને કારણે હતું.

રિપોર્ટ અનુસાર, પબ્લિક હેલ્થ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટ હેલ્થ ટ્રેડ લાયસન્સ વગર ચાલી રહી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. આ પછી રેસ્ટોરન્ટ માલિકને 48 કલાકની અંદર તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો રેસ્ટોરન્ટ માલિક આવું નહીં કરે તો કોર્પોરેશન કોઈ પણ નોટિસ વગર યોગ્ય કાર્યવાહી કરશે. પરંતુ, શું તમે જાણો છો કે સાડી પહેરવાને કારણે એન્ટ્રી ન આપવી પણ ગેરકાયદેસર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે રેસ્ટોરન્ટમાં કપડાં સંબંધિત શું નિયમો છે અને શું રેસ્ટોરન્ટ કપડાંના આધારે દુકાનમાંથી કોઈપણ ગ્રાહકને એન્ટ્રી કરતા અટકાવી શકે ? હોટેલમાં તમારા અધિકારો શું છે તે પણ જાણો.

શું હોટલ માલિક ગ્રાહકને કરી શકે છે બહાર ?
આ સંદર્ભમાં દિલ્હી હાઇકોર્ટના વકીલ પ્રેમ જોશીએ TV9સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “કાયદા અનુસાર હોટેલ, રેસ્ટોરન્ટ્સ અથવા ધાબાને જાહેર સેવામાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ તમને પ્રવેશતા રોકી શકે નહીં અને જો કોઈ વ્યક્તિ આવું કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

શું કહે છે કાયદો ?
ભારતના બંધારણની કલમ 15 (2) અનુસાર, કોઈ પણ વ્યક્તિને હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, ઢાબામાં લિંગ, જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ અને ડ્રેસના આધારે રોકી શકાય નહીં. આ સમયે જો તમને કોઈ આવું કરે છે તો તમે હોટેલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી શકો છો.

આ પણ અધિકાર છે
એડવોકેટ પ્રેમ જોશી પણ કહે છે, ‘એટલું જ નહીં,‘The Sarai’s Act, 1867’ મુજબ કોઈપણ વ્યક્તિ આ તમામ સ્થળોએ મફત શૌચાલય, મફત પાણી જેવી સુવિધાઓ મેળવી શકે છે. એટલે કે, કોઈ મોંઘી હોટલ તમને પાણી અને વોશરૂમ વાપરવાની મનાઈ કરી શકે નહીં.

સાડીમાં એન્ટ્રી ન આપવાના કેસમાં પણ એડવોકેટ જોશીએ જણાવ્યું હતું કે, ભારતીય કપડાં પહેરવાને કારણે કોઈ પણ વ્યક્તિને હોટલમાં પ્રવેશ નકારી શકાય નહીં. વળી કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ ગ્રાહક સામાન્ય ગ્રાહકો માટે ડ્રેસને લગતા કોઈ નિયમો બનાવી શકતા નથી. જો કે, એડવોકેટ જોશી એમ પણ કહે છે કે હોટલ કોઈપણ ખાનગી પ્રસંગ માટે ડ્રેસ કોડ નક્કી કરી શકે છે, પરંતુ ખાસ સંજોગોમાં તે શક્ય છે.

આ પણ વાંચો : IPL 2021 અદભૂત રેકોર્ડ બનાવ્યો, ટીવી પર દર્શકોની લાઈન, આંકડો કરોડોમાં પહોંચી ગયો !

આ પણ વાંચો :ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

Next Article