Foreign Villages : જાણો, હોલેન્ડના ગામડાના લોકોની લક્ઝરી લાઈફ તેમજ લીલાછમ ખેતરો વિશે…

|

Aug 12, 2022 | 9:46 AM

વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ.

Foreign Villages : જાણો, હોલેન્ડના ગામડાના લોકોની લક્ઝરી લાઈફ તેમજ લીલાછમ ખેતરો વિશે...
Holland Villages

Follow us on

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર-ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે. પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે..? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

આ પણ વાંચો : Foreign Villages: આ ગામડામાં દરેક વ્યક્તિ પાસે છે જમીન, જાણો તેની પાછળનું કારણ

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

અહીં જૂઓ ગામડાંનો વીડિયો….

હોલેન્ડના ગામડાંમાં નાના-મોટાં મકાનો જોવા મળી રહ્યા છે તેમજ ત્યાં શાંતિનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે. ગામમાં પણ મોર્ડન ઘર જોવા મળી રહ્યા છે. ખેતરો પણ લીલાછમ દેખાય રહ્યા છે. ગામડા પણ ત્યાં મોટી સુપર માર્કેટ તેમજ મોટાં શો-રૂમ જોવા મળી રહ્યા છે. એનો અર્થ આપણે એવો પણ કરી શકીએ કે, આ ગામડાના લોકો લક્ઝરી લાઈફ જીવે છે, જેવી રીતે શહેરવાળા જીવે છે. હોલેન્ડમાં સાઈકલ જાણીતી છે. લોકો નજીકના ગામડામાં ટ્રાવેલ કરવા માટે સાઈકલનો ઉપયોગ કરે છે.

Next Article