VIDEO : સોશિયલ મીડિયા પર છવાયો આ ટેણિયો, રમકડાની જેમ સાપ સાથે મસ્તી કરતા બાળકનો વીડિયો થયો વાયરલ

આ દિવસોમાં એક નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં તે જે રીતે સાપ સાથે રમી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

VIDEO : સોશિયલ મીડિયા પર છવાયો આ ટેણિયો, રમકડાની જેમ સાપ સાથે મસ્તી કરતા બાળકનો વીડિયો થયો વાયરલ
Kid playing with green snake
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:26 PM

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણીવાર આવા વીડિયો વાયરલ થઈ જાય છે, જેને જોયા બાદ યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે અને તેઓ વિચારમાં પડી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે, જેને જોયા બાદ તમે પણ દંગ રહી જશો.. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાનું બાળક લીલા રંગના સાપ (Snake) સાથે રમતું જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

બાળક રમકડાની જેમ સાપ સાથે કરી રહ્યો છે મસ્તી !

થોડીક સેકન્ડની આ વીડિયો ક્લિપ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક ઘરમાં ઊભું છે અને તેના હાથમાં લીલા રંગનો સાપ છે. તમે જોઈ શકો છો કે સાપ ક્રોલ કરી રહ્યો છે, ક્યારેક તેની પીઠ પર અને ક્યારેક તેના માથા પર. આશ્ચર્યની વાત એ છે કે બાળકના ચહેરા પર સહેજ પણ ડર જોવા મળતો નથી. આ બાળક ડરવાને બદલે હાથમાં સાપ લઈને હસી રહ્યો છે. તે સાપ સાથે રમકડાની જેમ રમી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ આશ્વર્ય ચકિત થશો.

જુઓ વીડિયો

ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરતી snake._.world નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ રીતે માતા-પિતાએ બેદરકાર ન બનવુ જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, નાના બાળકને કલ્પના પણ નહિ હોય કે આ સાપ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : ફ્લાઈટમાં એર હોસ્ટેસે અલ્લુ અર્જુનના હૂક સ્ટેપની કરી કોપી, ઈન્ટરનેટ પર છવાયો વીડિયો