Kargil Vijay Diwas પર ભારત માતાના બહાદુર સપૂતોને દેશ કરી રહ્યો છે નમન, રેતી કલાકારે વિશેષ રીતે આપી શ્રદ્ધાંજલી, જુઓ Video

|

Jul 26, 2022 | 9:57 AM

મુદ્દો ગમે તે હોય, પ્રસંગ ગમે તે હોય...ઓડિશાના રેતી કલાકાર સુદર્શન પટનાયક (Sand artist Sudarshan Patnaik) તેને પોતાની શૈલીમાં કેનવાસ પર લાવે છે. હવે કારગિલ વિજય દિવસના (Kargil Vijay Diwas) અવસર પર તેણે એક સેન્ડ એનિમેશન આર્ટ શેર કરી છે, જે જોતા જ વાયરલ થઈ ગઈ છે.

Kargil Vijay Diwas પર ભારત માતાના બહાદુર સપૂતોને દેશ કરી રહ્યો છે નમન, રેતી કલાકારે વિશેષ રીતે આપી શ્રદ્ધાંજલી, જુઓ Video
Kargil Vijay Diwas Sand Artist Sudarsan Pattnaik paid tribute

Follow us on

26 જુલાઈ 2022 એટલે કે આજે દેશ કારગિલ વિજય દિવસની (Kargil Vijay Diwas 2022) ઉજવણી કરી રહ્યો છે. 23 વર્ષ પહેલા આજના દિવસે પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતની ધરતીમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં સામેલ થયેલા અને શહીદ થયેલા બહાદુર જવાનોને દેશ સલામ કરી રહ્યો છે. આ દરમિયાન પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે (Sand artist Sudarshan Patnaik) પોતાની આગવી શૈલીમાં બહાદુર પુત્રોને શ્રધ્ધાંજલી આપી છે. તેણે એક સેન્ડ આર્ટ એનિમેશન વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો છે.

મુદ્દો ગમે તે હોય, પ્રસંગ ગમે તે હોય…ઓડિશા સ્થિત રેતી કલાકાર સુદર્શન પટનાયક તેને પોતાની શૈલીમાં કેનવાસ પર લાવે છે. હવે કારગિલ વિજય દિવસના અવસર પર તેણે એક સેન્ડ એનિમેશન આર્ટ શેર કરી છે, જે જોતા જ વાયરલ થઈ ગઈ છે. આ વીડિયોમાં સુદર્શન પટનાયકે ભારતીય સેનાના બહાદુર શહીદોને ખાસ રીતે શ્રદ્ધાંજલી આપી છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

તો ચાલો જોઈએ આ વીડિયો…

સેન્ડ આર્ટીસ્ટે બહાદુર જવાનોને આ રીતે આપી હતી શ્રધ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, કારગિલ વિજય દિવસ એ ભારત માતાના આન, બાન અને શાનનું પ્રતિક છે. તેમને શત્ શત્ નમન.

પાકિસ્તાને ભારત વિરુદ્ધ લશ્કરી અભિયાનની યોજના બનાવી હતી. આયોજકોમાં પાકિસ્તાની સેનાના તત્કાલીન વડા જનરલ પરવેઝ મુશર્રફ અને અન્ય ત્રણ જનરલો મોહમ્મદ અઝીઝ, જાવેદ હસન અને મહમૂદ અહેમદનો સમાવેશ થાય છે. જો કે કારગિલ યુદ્ધ 3 મેના રોજ શરૂ થયું હતું, કારણ કે આ દિવસે આતંકવાદીઓએ ઘૂસણખોરી શરૂ કરી દીધી હતી. યુદ્ધ 26 જુલાઈના રોજ સમાપ્ત થયું. આ રીતે બંને દેશો કુલ 85 દિવસ આમને-સામને રહ્યા. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું વાસ્તવિક યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું હતું, જેને ‘ઓપરેશન વિજય’ (Operation Vijay) તરીકે ઓળખવામાં આવે છે.

Published On - 9:54 am, Tue, 26 July 22

Next Article