Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું

|

Apr 22, 2022 | 1:55 PM

પોસ્ટ ઓફિસ એવી યોજનાઓ ચલાવે છે જેમાં રોકાણ કરી તમે સરળતાથી ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધુ વ્યાજ મેળવી શકો છો.

ઘણા લોકો પોતાની આવકમાંથી થયેલી બચતનું (Savings) યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માંગે છે અને આ રોકાણ મારફતે સારું અને સુરક્ષિત વળતરની (Secured return) આશા રાખે છે. કેટલાક લોકો તેના માટે એફડી (FD)નો સહારે લે છે. ત્યારે આવા લોકો માટે છે મહત્વપૂર્ણ જાણકારી. પોસ્ટ ઓફિસ (Post Office) એવી યોજનાઓ ચલાવે છે . જેમાં રોકાણ (Investment) કરી તમે સરળતાથી ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) કરતા વધુ વ્યાજ (Interest) મેળવી શકો છો. પોસ્ટ ઓફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund)માં 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે, તો બીજી તરફ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra)માં 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે. મહત્તવપૂર્ણ છે કે  SBI અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર મહત્તમ 5.40 ટકા વ્યાજ આપે છે. ત્યારે વાત એવી 5 યોજનાઓની કે જેના ઉપયોગથી તમે એફડી કરતા વધુ વ્યાજ મેળવી શકો.

સૌથી પહેલા વાત

1- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ  (Public Provident Fund)

  1.  પબ્લિક પ્રોવિડન્ટ ફંડને 100 રૂપિયામાં ખોલી શકાય છે.
  2. જેમાં તમારે વર્ષમાં એકવાર 500 રુપિયા જમા કરવા જરૂરી હોય છે.
  3. PPFમાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રુપિયા જમા કરી શકાય છે.
  4. આ સ્કીમ 15 વર્ષ માટે ચાલે છે, જો કે તમે તે પહેલા વચ્ચેથી પૈસા નથી ઉપાડી શકતા.
  5. તમે આ સ્કીમને 15 વર્ષ પહેલા બંધ પણ નથી કરી શકતા.
  6. પરંતુ 3 વર્ષ પૂર્ણ થયા બાદ આ અકાઉન્ટ (Account)ના બદલામાં લોન લઈ શકો છો.
  7. PPF પર 7 ટકા આસપાસ વ્યાજ મળે છે.
  8. આ સ્કીમમાં રોકેલા પૈસા ડબલ થવામાં લગભગ 10 વર્ષ અને 2 મહિના જેટલો સમય લાગે છે.

2- કિસાન વિકાસ પત્ર  (Kisan Vikas Patra)

  1. કિસાન વિકાસ પત્ર સ્કીમમાં અત્યારે 6.9 ટકા વ્યાજ મળે છે.
  2. આ સ્કીમમાં રોકાણ કરવાની કોઈ લિમિટ નક્કી નથી કરાઈ.
  3. જો કે ઓછામાં ઓછું રોકાણ 1 હજાર હોવું જરૂરી છે.
  4. આ સ્કીમમાં રોકેલા પૈસાને ઉપાડવા તમારે ઓછામાં ઓછા 2.5 વર્ષ રાહ જોવી પડશે.
  5. આ સ્કીમ તમે રોકેલા પૈસા ડબલ થવામાં 10 વર્ષ 5 મહિના જેટલો સમય લાગશે.

3- નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (National Savings Certificate)

  1. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
  2. આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછા 1000 રુપિયાનું રોકાણ કરવું પડશે.
  3. આ સ્કીમમાં તમે ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો.
  4. આ સ્કીમમાં તમારા પૈસા ડબલ થતાં 10 વર્ષ 7 મહિના જેટલો સમય લાગે છે.

4- ટાઈમ ડિપોઝિટ (Time deposit)

  1. આ સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ ચેક કે રોકડ દ્વારા પોતાનું અકાઉન્ટ ખોલાવી શકે છે.
  2. અકાઉન્ટ ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા જમા કરવાના રહેશે.
  3. આ સ્કીમમાં રોકાણની કોઈ સીમા નથી.
  4. આ સ્કીમમાં રોકાણ કરવા પર પૈસા ડબલ થવામાં 10 વર્ષ 9 મહીના લાગે છે.

5- મંથલી ઈનકમ સ્કીમ (Monthly Income Scheme)

  1. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને 6.6 ટકા વ્યાજ મળે છે.
  2. અકાઉન્ટને ખોલવા માટે ઓછામાં ઓછા 1 હજાર રુપિયા જમા કરાવવા જરુરી છે.
  3. આ સ્કીમનો ઉપયોગ કરી તમે 4.5 લાખ રપિયાથી વધુ રકમ જમા કરી શકો છો.
  4. આ સ્કીમમાં પૈસા ડબલ થતાં 10 વર્ષ 11 મહિનાનો સમય લાગે છે.

આ પણ વાંચો : Kam-Ni-Vaat: શું તમે કોઈ વેપાર ધંધો શરૂ કરવા કે વધારવા માંગો છો ? સરકાર તેના માટે સરળતાથી આપે છે લોન

Published On - 4:01 pm, Wed, 9 March 22

Next Video