આ ખેલાડીને હોશિયારી કરવી ભારે પડી, વિરોધી ટીમે સરેઆમ કરી બેઈજ્જતી, જુઓ VIDEO

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક કબડ્ડી મેચનો વીડિયો છવાયો છે. જેમાં ઓવર કોન્ફિડન્સના ચક્કરમાં એક યુવકના જે હાલ થાય છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

આ ખેલાડીને હોશિયારી કરવી ભારે પડી, વિરોધી ટીમે સરેઆમ કરી બેઈજ્જતી, જુઓ VIDEO
kabaddi player funny video goes viral
| Edited By: | Updated on: Jan 12, 2022 | 5:08 PM

Funny Video : એવુ કહેવાય છે કે વધુ પડતા આત્મવિશ્વાસથી (Over Confidence) ક્યારેય કોઈને ફાયદો થયો નથી. જેનાથી મનુષ્યને હંમેશા નુકસાન થયું છે. જો હજુ પણ તમને લાગતું હોય કે આવું કંઈ નથી થતું તો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જ જુઓ. આ વીડિયો કબડ્ડી ટુર્નામેન્ટ સાથે સંબંધિત છે. જેમાં એક ખેલાડી ફિનિશ લાઇનની (Finish line) નજીક વિરોધી ટીમના બે ખેલાડીઓને સ્પર્શ કર્યા પછી ખુબ ઉત્સાહિત થઈ જાય છે.પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ હસીને  લોટો પોટ થઈ જશો.

ઓવર કોન્ફિડન્સના ચક્કરમાં થયુ કંઈક આવુ…!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કબડ્ડી ટુર્નામેન્ટ (Kabaddi Tournament) દરમિયાન એક ખેલાડી વિરોધી ટીમના બે ખેલાડીઓને સ્પર્શ કરીને ખૂબ જ આરામથી ફિનિશ લાઈન પર પહોંચી જાય છે. પરંતુ આ ખેલાડીના ઓવર કોન્ફિડન્સના કારણે તે જીતેલી બાજી પણ હારી જાય છે. તેને લાગે છે કે હું ફિનિશ લાઇનની (Finish line) નજીક છું તો તેને સ્પર્શ કરીને બહાર કેમ ન જાઉં. પરંતુ અહીં ટ્વિસ્ટ આવે છે અને વિરોધી ટીમના ખેલાડીને(Player) તેને આઉટ કરી લે છે. આ રમુજી વીડિયો યુઝર્સને (Users)  ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ મજેદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર trending_guru00 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયોને 12 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.કબડ્ડીના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યુ કે, ‘ઓવર કોન્ફિડન્સનું પરિણામ.’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીલખ્યું, ‘બિંદુ કા ચક્કર હૈ બાબુ ભૈયા.’ આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video : કારને ફળની લારી અડી જતા લેડી પ્રોફેસરનો પારો સાતમા આસમાને, રસ્તા વચ્ચે કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા !