OMG : 12 વર્ષથી આ વ્યક્તિ દરરોજ માત્ર 30 મિનિટ જ ઉંઘે છે, જાણો શું છે કારણ ?

|

Sep 18, 2021 | 10:46 PM

તાજેતરમાં જાપાનનો એક વ્યક્તિ ચર્ચાનો વિષય બન્યો છે. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે, તે છેલ્લા 12 વર્ષથી દરરોજ માત્ર 30 મિનિટ જ ઉંઘે છે. એટલું જ નહીં, ઉંઘ ન થવાને કારણે તેના શરીરને કોઈ પણ રીતે અસર પણ થઈ નથી.

OMG : 12 વર્ષથી આ વ્યક્તિ દરરોજ માત્ર 30 મિનિટ જ ઉંઘે છે, જાણો શું છે કારણ ?
Man claims that he slept 30 minutes a day for last 12 years

Follow us on

મોટાભાગના લોકો ઉંઘમા જરા પણ ખલેલ સહન કરી શકતા નથી. ડોક્ટરો પણ માને છે કે શરીરના થાકને દૂર કરવા માટે 7 થી 8 કલાકની ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આરોગ્યની (Health) દ્રષ્ટિએ પણ ઉંઘ શરીર માટે ફાયદાકારક છે. ત્યારે તાજેતરમાં જાપાનમાં એક વ્યક્તિએ કરેલા દાવાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે.

જાપાનનો એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મિનિટ ઉંઘે છે. એટલું જ નહીં, તેના શરીર પર તેની કોઈ ખરાબ અસર પડી નથી અને તેને થાક પણ લાગતો નથી.

ડાઈસુક હોરી જાપાન શોર્ટ સ્લીપ એસોસિએશનના ચેરમેન છે

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

મળતાઅહેવાલ મુજબ, 36 વર્ષીય ડાઈસુકે હોરી (Daisuke Hori) નામનો આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી ઓછો સમય ઉંઘવા માટે પોતાને ટ્રેઈન કરી રહ્યા છે. ડાઈસુકે દાવો કર્યો છે કે તેની ઉંઘ પર એટલું નિયંત્રણ છે કે તે 24 કલાકમાં માત્ર 30 મિનિટ જ ઉંઘે છે. છતાં તેને થાક લાગતો નથી. તમને જણાવી દઈએ કે, ડાઈસુક હોરી જાપાન શોર્ટ સ્લીપ એસોસિએશનના (Short Sleep Association) ચેરમેન છે. તેઓ પોતાના સિવાય અન્ય લોકોને પણ ઓછી ઉંઘ લેવાની તાલીમ આપે છે.

ડાઈસુકે કહે છે કે એવી ઘણી વસ્તુઓ છે જે લોકો સમયના અભાવે (Time Shortage) કરી શકતા નથી. આ જ કારણ છે કે તેણે પોતાની જાતને દિવસમાં માત્ર 30 મિનિટની ઉંઘ લેવાની તાલીમ આપી છે. જ્યારે લોકોને આ વિશે જાણ થઈ ત્યારે દરેકને આ જાણીને આશ્ચર્ય થયું.

ડાઈસુક માત્ર 26 થી 30 મિનિટ સુધી ઉંઘે છે અને એલાર્મ વગર જાગે છે

ઉલ્લેખનીય છે કે, એક સ્થાનિક ન્યૂઝ ચેનલે ડાઈસુકના દાવા વિશે ખાસ કાર્યક્રમ (Program) પણ કર્યો હતો. જે અંતર્ગત ચેનલે ડાઈસુક સાથે ત્રણ દિવસ વિતાવ્યા હતા. આ દરમિયાન કેમેરા ઓન ટાઈમ હતો. બાદમાં જાણવા મળ્યું કે ડાઈસુકે જે દાવો કર્યો છે, તે સાચો છે. આ વ્યક્તિ માત્ર 30 મિનિટ સુધી જ ઉંઘતા જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ ડાઈસુક માત્ર 26 થી 30 મિનિટ સુધી ઉંઘે છે અને એલાર્મ વગર જાગે છે.

 

આ પણ વાંચો: Video : પત્નીનો ચહેરો કાળો કરવા ગયો હતો આ પતિ ! પરંતુ બાદમાં જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો : Video : યુવકે ચાલતી ટ્રેનમાં કર્યા ખતરનાક સ્ટંટ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

Next Article