Technology: જાપાની કંપનીએ બજારમાં લોન્ચ કર્યા આ અજીબો ગરીબ ચશ્મા, આંખો જ નહીં આખુ મોઢુ પણ ઢંકાય જશે

|

Oct 07, 2021 | 9:13 AM

ચશ્મામાં મોટા પોલરાઇઝ્ડ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિચિત્ર ચશ્મા જોયા પછી બધા કહી રહ્યા છે કે તે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે રચાયેલ છે. કંપનીનો દાવો છે કે આ ચશ્મા કોઈપણ પ્રકારના દબાણનો સામનો કરી શકે છે.

Technology: જાપાની કંપનીએ બજારમાં લોન્ચ કર્યા આ અજીબો ગરીબ ચશ્મા, આંખો જ નહીં આખુ મોઢુ પણ ઢંકાય જશે
Japanese company made weird sunglasses

Follow us on

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પોતાની જાતને નવીનતમ ફેશન (Fashion Trend)થી અપડેટ રાખવા માંગે છે. બજારમાં જ્યારે કોઈ નવો ટ્રેન્ડ આવે છે ત્યારે લોકો તેને પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ (Style) બનાવે છે. પરંતુ ક્યારેક વિચિત્ર ફેશન ટ્રેન્ડ પણ જોવા મળે છે. હવે વાત આ જાપાની (japan) એક કંપનીની લઇ લો. આ કંપનીએ નવા સનગ્લાસ બજારમાં ઉતાર્યા છે, પરંતુ તેને પહેર્યા બાદ માત્ર આંખો જ નહીં પરંતુ તમારો આખો ચહેરો ઢંકાઇ જશે છે.

ZGHYBD નામની એક પ્રખ્યાત જાપાની કંપનીએ કહ્યું છે કે આ ચશ્મા પહેરવાથી તમારી આંખો તો સૂર્યના કિરણોથી સુરક્ષિત રહેશે જ, પરંતુ તે તમારો ચહેરો પણ ઢાંકી દેશે. કંપનીએ આ વિચિત્ર સનગ્લાસને બજારમાં ઉતારવા માટે દલીલ તો કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે આખરે આવા ચશ્મા કોણ પહેરશે ?

તમને જણાવી દઈએ કે આ ચશ્મા ફેસ શીલ્ડ જેવા જ દેખાય છે. આ જોયા પછી તમારા મનમાં એ જ પ્રશ્ન આવશે કે આંખોની સુરક્ષા માટે આખો ચહેરો ઢાંકવાની શું જરૂર છે. કંપનીએ તેની કિંમત 2000 યેન રાખી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચશ્મામાં મોટા પોલરાઇઝ્ડ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિચિત્ર ચશ્મા જોયા પછી બધા કહી રહ્યા છે કે તે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે રચાયેલ છે. કંપનીનો દાવો છે કે આ ચશ્મા કોઈપણ પ્રકારના દબાણનો સામનો કરી શકે છે. આ ચશ્મા વપરાશકર્તાને માત્ર પવન અને ધૂળથી જ બચાવશે નહીં, પરંતુ ધુમ્મસના દિવસોમાં પણ તેમનું વિઝન ક્લિયર રાખશે.

જો કે, નિયમિત સનગ્લાસની જેમ, તેમાં પણ યુવી પ્રોટેક્શન છે. આ ડિઝાઇન પાછળ કંપનીનું કહેવું છે કે આ વરસાદના દિવસોમાં પણ ગ્રાહકને પાણીના છાંટાથી બચાવશે. તે જ સમયે, જેમને સનસ્ક્રિન લગાવવાની આદત ન હોય તેમને ધ્યાનમાં રાખીને તેની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો –

Viral Wedding Video : હલદી લગાવવાના બહાને મિત્રોએ ફાડી નાખ્યો કુર્તો, તમારા કોઇ મિત્રના લગ્ન નજીક હોય તો તેેને મોકલો આ વીડિયો

આ પણ વાંચો –

Monalisa Photoshoot: જરા સાચવીને જોજો મોનાલીસાની આ તસવીરો, એક્ટ્રેસે દેખાડી એવી અદાઓ નજર હટાવવી થશે મુશ્કેલ

આ પણ વાંચો –

Smash 2000: ભારત બાદ હવે અમેરિકા પણ ખરીદશે ઇઝરાયેલી રિમોટ કંટ્રોલ કીલર ગન, એક ગોળીએ ડ્રોનને દેવાશે ભડાકે, જાણો શું છે વિશેષ ?

Next Article