જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકાના વીડિયો સોશિયલ મીડિયામાં થયા Viral, જુઓ વીડિયો
આ ભૂકંપ કેટલો જોરદાર હતો તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જાપાનના ઉત્તરપૂર્વ કિનારાના કેટલાક ભાગોમાં સુનામી (Tsunami)ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. એએફપી અનુસાર, ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ કહ્યું કે ભૂકંપ બાદ લગભગ 20 લાખ ઘરો વીજળીથી વંચિત હતા.
ભૂકંપના જોરદાર આંચકાથી જાપાન(Japan Earthquake)ની ધરતી ધણધણી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. આ ભૂકંપ કેટલો જોરદાર હતો તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જાપાનના ઉત્તરપૂર્વ કિનારાના કેટલાક ભાગોમાં સુનામી (Tsunami)ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. એએફપી અનુસાર, ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ કહ્યું કે ભૂકંપ બાદ લગભગ 20 લાખ ઘરો વીજળીથી વંચિત હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે આ જોરદાર ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમા વિસ્તારના દરિયા કિનારે 60 કિલોમીટરની ઊંડાઈમાં હતું. જો કે આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો ચોક્કસ વાયરલ (Viral Videos)થઈ રહ્યા છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
⭕ ⚠️ A Powerful 7.3 magnitude #earthquake hits north #Japan, #tsunami alert issued#Fukushima
Wed Mar 16 2022
ℭ | pic.twitter.com/j8P6HS0roC
— ♆ABYSS ℭ (@AbyssChronicles) March 16, 2022
વાસ્તવમાં, ભૂકંપ સંબંધિત બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એકમાં જોઈ શકાય છે કે મેટ્રો કેટલા જોરથી ધ્રૂજી રહી છે. એક વ્યક્તિએ મેટ્રોની અંદરથી એક વીડિયો શૂટ કર્યો છે, જેનો નજારો ચોંકાવનારો છે. માત્ર 14 સેકન્ડના આ વીડિયોને માત્ર એક કલાકમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ સિવાય વાયરલ થઈ રહેલા ભૂકંપના બીજા વીડિયોમાં રસ્તાના કિનારે આવેલા થાંભલાઓ હલતા જોઈ શકાય છે. 44 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં 61 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો કે જાપાનમાં આટલો જોરદાર ભૂકંપ પહેલી કે બીજી વખત નથી આવ્યો. આ પહેલા 22 જાન્યુઆરીએ દેશના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી વિસ્તારોમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો.
Footage from #Japan after the magnitude 7.3 #earthquake. pic.twitter.com/7xjm26StdX
— deutschlandito (@deutschlandito) March 16, 2022
જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જાપાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ભૂકંપ 2011માં આવ્યો હતો. દેશના પેસિફિક કિનારે તોહોકુ નજીકના દરિયામાં રિક્ટર સ્કેલ પર 9-તીવ્રતાના ધરતીકંપ પછી આવેલી સુનામીએ ભારે તબાહી મચાવી હતી, જેમાં લગભગ 19,000 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે મિલકતોને ભારે નુકસાન થયું હતું.
આ પણ વાંચો: સરકારનું કોવિડ એલર્ટ, અન્ય દેશમાં કેસ વધતાં આરોગ્ય પ્રધાને કડક તકેદારી રાખવાની આપી સલાહ
આ પણ વાંચો: ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ સર્વાનુમતે પસાર, રાજ્યમાં પોલીસ તંત્રની 1094 નવી જગ્યાઓ ઉભી કરાશે