Royal Sweet : જયપુરની શાહી મીઠાઈ ત્યોહાર અશરફી, ગ્રામના ₹1111, કિલોના ભાવ ₹ 1.23 લાખ, જુઓ Video

Royal Sweet : જયપુરની શાહી મીઠાઈ ત્યોહાર અશરફી, ગ્રામના ₹1111, કિલોના ભાવ ₹ 1.23 લાખ, જુઓ Video

| Updated on: Nov 05, 2026 | 7:13 PM

જયપુરમાં ત્યોહાર અશરફી નામની એક ખાસ મીઠાઈ દિવાળીમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. માત્ર 9 ગ્રામનો એક ટુકડો ₹1111 માં વેચાઈ રહ્યો છે, જ્યારે એક કિલોની કિંમત ₹1.23 લાખ સુધી પહોંચે છે.

દિવાળીના તહેવારોમાં મીઠાઈઓનું મહત્વ અનેરું હોય છે, પરંતુ રાજસ્થાનના જયપુરમાં એક ખાસ મીઠાઈ ત્યોહાર અશરફી તેની અનોખી કિંમત અને શાહી પરંપરાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મીઠાઈનો માત્ર 9 ગ્રામનો એક ટુકડો ₹1111 માં વેચાઈ રહ્યો છે, જ્યારે એક કિલો મીઠાઈની કિંમત અંદાજે ₹1.23 લાખ થાય છે. તેની ઊંચી કિંમત પાછળ એક રસપ્રદ ઇતિહાસ અને વિચાર જોડાયેલો છે.

જયપુરની એક મીઠાઈની દુકાનના સ્થાપક અંજલી જૈનને આ અનોખી મીઠાઈ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, આ મીઠાઈ પાછળ રાજા-મહારાજાઓના સમયની પરંપરાનો વિચાર છે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓ કોઈનું સન્માન કરવા અથવા ભેટ આપવા માટે સોનાના સિક્કા એટલે કે અશરફી આપતા હતા.

આ જ પરંપરાને આધુનિક સ્વરૂપ આપીને મીઠાઈના રૂપમાં ત્યોહાર અશરફી રજૂ કરવામાં આવી છે. તેને સોનાના સિક્કા જેવો આકાર આપવામાં આવ્યો છે, જે તેને શાહી દેખાવ આપે છે. 1111 નો આંકડો પણ શુભ માનવામાં આવે છે, અને તેથી જ એક ટુકડાની કિંમત આટલી રાખવામાં આવી છે. આ મીઠાઈ દિવાળીના તહેવારમાં ભેટ તરીકે ખાસ પસંદગી બની રહી છે.

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો

Follow Us
Loading...
Unable to load recommendations.