જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો બગડે છે ત્યારે તેની અસર માત્ર ત્યાંના રાજકારણીઓ પર જ નહીં પરંતુ ત્યાં રહેતા લોકોને પણ થાય છે. હવે ભારત અને કેનેડાને જ જુઓ જ્યાં બંને દેશો વચ્ચેના સંબંધો દિવસેને દિવસે બગડી રહ્યા છે. આ સંબંધો ક્યારે સુધરશે તે કોઈ જાણતું નથી.
આ બગડતા સંબંધોની સૌથી વધુ અસર ત્યાં રહેતા ભારતીયો પર પડી રહી છે, જેઓ પોતાનું જીવન સેટલ કરવા માટે ત્યાં ગયા હતા. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક મહિલા ભારતીય-કેનેડિયન સાથે ગેરવર્તન કરતી જોવા મળે છે.
વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ અશ્વિન અન્નામલાઈ છે અને તેણે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે વોટરલૂ, ઓન્ટારિયોમાં ફરતી વખતે હું એક વૃદ્ધ મહિલાને મળ્યો જેણે મારા પર જાતિવાદી ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. અન્નામલાઈએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું છેલ્લા 6 વર્ષથી અહીં રહું છું અને હવે મેં અહીંની નાગરિકતા પણ લઈ લીધી છે, પરંતુ તેમ છતાં આ મહિલા મને ખરાબ કહી રહી છે.
આ વાતચીત દરમિયાન મેં તેને એમ પણ કહ્યું કે હું કેનેડિયન છું પરંતુ તેમ છતાં તે મારી વાત સાંભળતી ન હતી અને મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગી હતી. જો કે આ વીડિયો ક્યારેનો છે તે સ્પષ્ટ નથી થયું, પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે અન્નામલાઈ મહિલાને કહે છે કે હું પણ તમારી જેમ કેનેડિયન નાગરિક છું, પરંતુ મહિલા તેમની વાત સાંભળવા બિલકુલ તૈયાર નથી. પોતાના વિચારો વ્યક્ત કરતાં અન્નામલાઈએ મહિલાને સમજાવ્યું કે તેણે આ રીતે જાતિવાદી વાત ન કરવી જોઈએ. જે બાદ મહિલાએ અન્નામલાઈની ત્વચાના રંગ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તમે ભારતીય છો અને તમે અમારા દેશનું વાતાવરણ બગાડ્યું છે.
હવે તમારે અહીંથી નીકળી જવું જોઈએ અને માત્ર અંગ્રેજી બોલવાથી કોઈ કેનેડિયન બની જતું નથી. આ સિવાય મહિલા કહે છે કે તમે કેનેડિયન નથી, તમે ભારતીય છો અને હું ઈચ્છું છું કે તમે અમારા દેશમાંથી પાછા જાઓ. તમારા માતા-પિતા અને દાદા-દાદી અહીંના નથી.
The once welcoming community of Kitchener-Waterloo has seen a disturbing rise in hate, particularly against people of colour. Here’s a personal account of what I experienced today: A random woman gave me the finger & spewed hate while I was out for a walk at Erb/Avondale 1/n pic.twitter.com/TxvXeXW3Yd
— Ashwin Annamalai (@ignorantsapient) October 15, 2024
જવાબમાં, અન્નામલાઈએ મહિલાને પૂછ્યું કે શું તે ફ્રેન્ચ જાણે છે, જે કેનેડાની બીજી સત્તાવાર ભાષા છે, અને પછી તેણે તે ભાષામાં મહિલા સાથે વાત પણ કરી. જો કે, તેણીએ આ પ્રશ્નની અવગણના કરી અને અંગ્રેજીમાં બોલતી રહી, ‘ગો બેક.’ ભારત પાછા જાઓ’