Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા

|

Jan 16, 2022 | 6:54 AM

ભારતીય સેનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જવાનો ભારે હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા જોવા મળી રહ્યા છે. જેને જોઈને આપણા દેશના નાગરિકોને તેમના પર ગર્વ થઈ રહ્યો છે.

Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા
Indian Army Viral Video (Viral Video Image)

Follow us on

આપણા દેશના સૈનિકો તેમની દેશભક્તિ માટે વિશ્વભરમાં જાણીતા છે. ભારતીય સેનાના સૈનિકો કોઈપણ હવામાનની પરવા કર્યા વિના દેશની સેવામાં પોતાનું જીવન બલિદાન આપે છે. આપણા સૈનિકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થાય છે, જેને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તે જોયા પછી જ્યાં આપણા દેશના નાગરિકોને તેમના પર ગર્વ થાય છે, ત્યાં આપણા દેશના દુશ્મનો ધ્રૂજી જાય છે. તાજેતરના દિવસોમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે.

વાયરલ (Viral Video) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બરફથી ઢંકાયેલા વોલીબોલ કોર્ટ પર ભારે હિમવર્ષા વચ્ચે ઘણા સૈનિકો તેમની રમત રમતા મસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયોને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. આ વીડિયોમાં ખાસ વાત એ છે કે તે માત્ર ઘાતક ઠંડી સામે જ લડી રહ્યા નથી, પરંતુ તેનો આનંદ પણ લઈ રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી 1 લાખ 63 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે જ યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જ્યાં જવામાં ચીનીઓની આત્મા ધ્રૂજે છે, ત્યાં અમારા જવાનો વોલીબોલ રમે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘જીંદાદિલીનું બીજું નામ INDIAN ARMY છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘જ્યાં બર્ફીલા પવન ખંજરની જેમ વાગે છે, ત્યાં આ ઉત્સાહ સાથે રમવું ખરેખર બેજોડ છે, તે અદ્ભુત છે ! આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી અને તેની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો: બોલીવુડની આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બદલી દીધું નામ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ

આ પણ વાંચો: Bank Holiday : જાન્યુઆરીના બીજા પખવાડિયામાં આવી રહી છે ઘણી રજાઓ, યાદી તપાસીને બેન્કના કામનું પ્લાનિંગ કરો

Next Article