
ચેન્નાઈના ફોર્ટ સેન્ટ જૉર્જમાં સ્વતંત્રતા દિવસના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને પૂર્વ અભિનેતા થલાપતિ વિજયે ધ્વજ ફરકાવ્યો હતો. આ સમારોહમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન વિજય થલાપતિના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી હતી. ત્યારબાદ લોકો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
લાંબા સમય સુધી વિજય અને ત્રિશા રિલેશનશીપમાં હોવાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. બંને હંમેશા સમારોહમાં સાથે જોવા મળે છે. આ પહેલા પણ જ્યારે વિજય થલાપતિએ મુખ્યમંત્રી પદના શપથ લીધો તો શપથ ગ્રહણ સમારોહનો ભાગ પણ અભિનેત્રી બની હતી.
ન્યુઝ એજન્સી પીટીઆઈ તરફથી ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવેલા સ્વતંત્રતા સમારોહનો વીડિયો શેર કર્યો છે. જેમાં ત્રિશા કૃષ્ણન વિજય થલાપતિના માતા-પિતા ચંદ્રશેખર અને શોભા સાથે બેસેલી જોવા મળી હતી.
VIDEO | Actor Trisha joins Independence Day function in Chennai; sits with Tamil Nadu CM Vijay’s parents.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/vGqEMZahXU
— Press Trust of India (@PTI_News) August 15, 2026
સાઉથ અભિનેત્રીએ આ સ્પેશિયલ દિવસ માટે પીળારંગની સાડી સાથે ગ્રીન બ્લાઉઝ પહેર્યું હતુ. આ સાથે માથામાં ગઝરો લગાવ્યો હતો. ત્રિશા સમારોહ દરમિયાન ખુબ ખુશ જોવા મળી રહી હતી. પીટીઆઈએ શેર કરેલા વીડિયોમાં લખ્યું ચેન્નાઈમાં સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થઈ અભિનેત્રી ત્રિશા તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિના માતા-પિતા સાથે બેસી.
અભિનેત્રી ત્રિશા અને થલાપતિ વિજય લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા વિજયની પત્નીએ છુટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ તે પરત લીધો હતો. બંને ચેન્નાઈમાં એક રિસેપ્શનમાં મેચિંગ આઉટફિટ પહેર્યું હતુ. ત્યારબાદ અટકળો તેજ થઈ હતી. બંને સાથે કીર્તિ સુરેશના લગ્નમાં સામેલ થયા હતા. પરંતુ બંને માંથી કોઈની પ્રતિક્રિયા સામે આવી નહતી.