જો તમે આટલા મહિનાઓથી PDSમાંથી અનાજ નથી લીધું તો રેશન કાર્ડ થઇ શકે છે રદ્દ, જાણો શું છે નિયમ

|

Oct 18, 2021 | 11:12 AM

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (National Food Security Scheme) હેઠળ રેશનકાર્ડ ધારક પરિવારોને અનાજ આપવામાં આવે છે. સરકાર લોકોને સસ્તા દરે રાશન પૂરું પાડે છે.

જો તમે આટલા મહિનાઓથી PDSમાંથી અનાજ નથી લીધું તો રેશન કાર્ડ થઇ શકે છે રદ્દ, જાણો શું છે નિયમ
ration card (File photo)

Follow us on

સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોને રેશનકાર્ડના (Ration Card)આધારે સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. રેશનકાર્ડ બનાવવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે. તે જ સમયે તેનું લિસ્ટ અપડેટ કરીને તે લોકોને રેશનકાર્ડ આપવામાં આવે છે. જો કોઈ ગડબડ હોય તો રેશન કાર્ડ પણ રદ કરવામાં આવે છે. 

તો અન્ય કેટલાક કારણોસર રેશનકાર્ડ રદ થઈ શકે છે. જો તમે લાંબા સમયથી અનાજ લેવા માટે તમારા રેશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી તો તમારું કાર્ડ પણ રદ થઈ શકે છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (National Food Security Scheme) હેઠળ રેશનકાર્ડ ધારક પરિવારોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. પરિવારમાં સભ્યોની સંખ્યાના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે રાશન પૂરું પાડે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે
તમે કયા મહિનામાં કેટલું રાશન લીધું છે અને તમારા પરિવારમાં કેટલા સભ્યો છે. આવી તમામ માહિતી રેશનકાર્ડમાં હોય છે. જો તમારા નામે રેશન કાર્ડ હોય તો જ તમને PDS પર અનાજ મળશે. તાજેતરમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા હતા જેનો લાંબા સમય સુધી ઉપયોગ થયો ન હતો.

જાણો, શું નિયમ છે ?
પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર કહેવામાં આવે છે કે જો કોઈ રેશનકાર્ડ ધારકે છ મહિનાથી રાશન લીધું નથી, તો એવું માનવામાં આવે છે કે તેને સસ્તા દરે ઉપલબ્ધ અનાજની જરૂર નથી અથવા તે રાશન લેવા માટે લાયક નથી. આ સ્થિતિમાં આ કારણોના આધારે જે વ્યક્તિએ છ મહિનાથી રાશન લીધું નથી તેનું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે.

જો તમારું રેશનકાર્ડ રદ થાય છે, તો તમે તેને ફરીથી એક્ટિવ કરી શકો છો. આ માટે તમારે તમારા રાજ્યમાં AePDS ની ઓફિસિયલ વેબસાઇટ પર જવું પડશે. તમે ભારતભરમાં AePDS રેશન કાર્ડ પોર્ટલની મુલાકાત લઈને તેને ફરી એક્ટિવ કરી શકો છો.

સૌ પ્રથમ રાજ્ય અથવા કેન્દ્રીય AePDS પોર્ટલ પર જાઓ.
અહીં રેશન કાર્ડ કરેક્શન વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
રેશન કાર્ડ સુધારણા પેજ પર જાઓ અને તમારો રેશન નંબર શોધવા માટે ફોર્મ ભરો.
જો તમારા રેશનકાર્ડની માહિતીમાં કોઈ ભૂલ છે, જેના કારણે તેને રદ કરવામાં આવી છે, તો તેને સુધારો.
સુધારણા કર્યા પછી સ્થાનિક PDS ઓફિસની મુલાકાત લો અને સમીક્ષા અરજી સબમિટ કરો.
જો તમારી રેશનકાર્ડ સક્રિય કરવાની અરજી સ્વીકારવામાં આવે છે, તો તમારું રદ કરેલું રેશનકાર્ડ ફરી એકિટવ થશે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો : Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ થઇ શકે છે હાજર, ત્રણ વખત પાઠવવામાં આવ્યું સમન્સ

Next Article