રિક્ષામાં ભણતો દેખાયો નાનો છોકરો, IAS અધિકારીએ ફોટો શેર કરી લખ્યું આ કેપ્શન

|

Jan 01, 2022 | 9:31 PM

વાયરલ થઈ રહેલો આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

રિક્ષામાં ભણતો દેખાયો નાનો છોકરો, IAS અધિકારીએ ફોટો શેર કરી લખ્યું આ કેપ્શન
IAS officer shares motivational photo of a child studying inside a rickshaw

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી પોસ્ટ વાયરલ (Viral Post) થાય છે. કેટલીક એવી પોસ્ટ હોય છે, જેને જોઈને ઘણા લોકો ભાવુક થઈ જાય છે. સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઘણી વાર આપણને વાયરલ પોસ્ટ દ્વારા પણ ઘણી માહિતી મળે છે.હાલ  સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જે ખૂબ જ ક્યૂટ અને ઈમોશનથી ભરેલી છે. આ તસવીરમાં એક બાળક રિક્ષા પર બેસીને અભ્યાસ કરતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલો આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર  પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટો IAS ઓફિસર અવનીશ શરણ (Avnish Sharan IAS) દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકો આ ફોટાને એટલો પસંદ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયા યુઝર્સ લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટો પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ફોટો જોઈને લોકો કહે છે કે શિક્ષણ જ આપણને શ્રેષ્ઠ બનાવે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

IAS ઓફિસર અવનીશ શરણે (Avnish Sharan IAS) ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં દુષ્યંત કુમારની એક કવિતાની પંક્તિ લખી છે. તેમણે લખ્યું- “હો કહી ભી આગ લેકિન આગ જલની ચાહીએ.” ફોટોમાં જોઈ શકાય છે કે એક બાળક રિક્ષામાં બેસીને અભ્યાસ કરી રહ્યો છે. તે બાળક એટલો મગ્ન છે કે તેને કઈ પણ ધ્યાન નથી. અત્યાર સુધીમાં તે ફોટોને 6 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે.

ફોટો પર લોકોના રિએક્શન વિશે વાત કરતા એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- “શાબાશ. સારી પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણવું જરૂરી નથી. જરૂરી નથી કે તે તમામ સુવિધાઓમાં રહીને જ અભ્સાસ કરવામાં આવે. કારણ કે જેને વાંચવું છે તે રસ્તાની બાજુની સ્ટ્રીટ લાઇટની નીચે પણ વાંચશે. એક રિક્ષાચાલકનું બાળક પણ IS  બની શકે છે, બસ વાંચનનો શોખ હોવો જોઇએ.” અન્ય એક યુઝરે લખ્યું – “જાણવા માટે ઉત્સુક છું કે ફોટો લેનાર વ્યક્તિએ આ પછી શું કર્યું ?”

આ પણ વાંચો –

OMG : અહીંયા લોકો કબ્રસ્તાનમાં સૂઈને નવા વર્ષનું કરે છે સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો –

Funny Video : લગ્નમાં કંટાળ્યા આ પંડિતજી, દુલ્હા-દુલ્હનને કંઈક એવુ કહ્યુ કે મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

 

Next Article