Gulab Jamun History : ગુલાબ જાંબુમાં ન તો ‘ગુલાબ’ છે અને ન ‘જાંબુ’, તો પછી શા માટે પડ્યું આ નામ,જાણો આ પાછળની કહાની
ઈતિહાસકાર માઈકલ ક્રોન્ડલના જણાવ્યા મુજબ, લુકમત-અલ-કાદી અને ગુલાબ જાંબુ બંને ફારસી વાનગીમાંથી ઉદ્ભવ્યા છે. બંનેનું જોડાણ ખાંડની ચાસણી સાથે છે.
જ્યારે પણ મીઠાઈનો ઉલ્લેખ થાય છે ત્યારે ગુલાબ જાંબુની(Gulab Jamun) વાત ચોક્કસ આવે છે. તે ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રસપ્રદ વાત એ છે કે આ સ્પેશિયલ મીઠાઈમાં ન તો ગુલાબ છે કે ન તો જાંબુ છે, છતાં તેને ગુલાબ જાંબુકેમ કહેવામાં આવે છે. આ મીઠાઈ ગુલાબ-જાંબુને નામ આપવાનું ચોક્કસ કારણ ઈતિહાસમાં નોંધાયેલું છે. ઈતિહાસ કહે છે કે, આ મીઠાઈનું નામ પર્શિયા સાથે સંબંધિત છે.
ફારસી શબ્દભંડોળ મુજબ ગુલાબ બે શબ્દોથી બનેલું છે. પહેલું છે ‘ગુલ’, જેનો અર્થ થાય છે ફૂલ. બીજો શબ્દ ‘આબ’ છે જેનો અર્થ થાય છે પાણી. એટલે કે, ગુલાબની સુગંધ સાથે મધુર પાણી. જેને આપણે સામાન્ય ભાષામાં ખાંડની ચાસણી કહીએ છીએ. તેને ત્યાં ગુલાબ કહેવાતું હતું. દૂધમાંથી બનાવેલા ખોયામાંથી ગોળીઓ બનાવવામાં આવતી હતી, જે ઘાટા રંગના થાય ત્યાં સુધી તળવામાં આવતી હતી. જેની સરખામણી જાંબુ સાથે કરવામાં આવી હતી. આથી તેનું નામ ગુલાબ જાંબુ પડ્યું.
એક થિયરી અનુસાર, પ્રથમ વખત ગુલાબ જાંબુ મધ્ય યુગમાં ઈરાનમાં તૈયાર કરવામાં આવ્યું હતું. જેને તુર્કીના લોકો પાછળથી ભારતમાં લાવ્યા હતા. આમ ભારતમાં તેની શરૂઆત થઈ. બીજી થિયરી કહે છે કે, એકવાર ભૂલથી તે મુગલ સમ્રાટ શાહજહાંના રસોઈયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ધીમે-ધીમે તે ભારતના દરેક રાજ્યમાં પ્રસિદ્ધ થઈ ગયું અને મીઠાઈનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો.
અરબ દેશોમાં ખાવામાં આવતી મીઠાઈઓ, લુકમત-અલ-કાદી અને ગુલાબ જાંબુમાં ઘણી સામ્યતા છે. જોકે તેને તૈયાર કરવાની પદ્ધતિ થોડી અલગ છે. ઈતિહાસકાર માઈકલ ક્રોન્ડલ, જેમને ભોજનના ઈતિહાસનું જ્ઞાન છે, કહે છે કે લુકમત-અલ-કાદી અને ગુલાબ જાંબુ બંને ફારસી વાનગીમાંથી ઉદ્ભવ્યા છે. બંનેનું કનેક્શન ખાંડની ચાસણી સાથે છે.
દૂધના ખોયામાંથી બનેલી આ મીઠાઈ ઘણા નામોથી જાણીતી છે. પશ્ચિમ બંગાળમાં તેને પંતુઆ, ગોલપ જામ અને કાળા જામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશનું જબલપુર ગુલાબ જાંબુ માટે પણ પ્રખ્યાત છે. જબલપુર કટંગીમાં એક જગ્યા છે, અહીં રસગુલ્લા પ્રખ્યાત છે અને તે કદમાં પણ ઘણા મોટા છે. સ્વાદ અને કદના કારણે અહીં આવનાર દરેક વ્યક્તિ ચોક્કસપણે તેનો સ્વાદ લે છે.
ગુલાબ જાંબુ સાથે જોડાયેલી બીજી એક રસપ્રદ બાબત એ છે કે તેનું રાજસ્થાન સાથેનું જોડાણ છે. અહીં ગુલાબ-જાંબુનું શાક બનાવવામાં આવે છે. ખાંડને બદલે મસાલાની સાથે ડ્રાયફ્રૂટ્સ અને ટામેટાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ શાકભાજી અહીંના સ્થાનિક ભોજનનો એક ભાગ છે.
આ પણ વાંચો : વિદેશથી મુંબઈ આવનારાઓ માટે જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે, BMCનો નિર્ણય