અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી

|

Aug 09, 2021 | 8:09 AM

વિશ્વમાં આવા ઘણા તળાવો છે જે કોઈને કોઈ કારણસર વિશ્વ વિખ્યાત છે. આજે અમે તમને આવા તળાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી
mysterious lake

Follow us on

ભારત વિવિધતા ભરેલો દેશ છે. જોવાલાયક ઘણા સ્થળો છે.  કિલ્લાથી લઈને પહાડ, જંગલ અને સરોવર પણ જોવાલાયક છે. અહીં જોવાલાયક સ્થળોને કારણે વિદેશી સહેલાણીઓ ઉમટી પડે છે, પરંતુ શું તમને ખબર છે ભારતમાં એક સરોવર એવું છે જ્યાં માણસ ગયા પછી પરત ફરતો નથી.

આ વાંચીને આચંકો લાગ્યો ને પરંતુ અમે વાત કરી રહ્યા છે ભારત અને મ્યાનમારની સરહદ પાસે એક તળાવ છે. જેને ‘લેક ઓફ નો રિટર્ન’ (Lake Of No Return) તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક રહસ્યમય ઘટનાઓને કારણે આ સરોવર સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. કહેવાય છે કે આજ સુધી જે પણ આ તળાવ પાસે ગયું છે, તે ક્યારેય પાછું આવી શકતું નથી.

બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી છે આ વાર્તા
આ રહસ્યમય તળાવ અરુણાચલ પ્રદેશમાં(arunachal pradesh) આવેલું છે. એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન વિમાનોના પાયલોટોએ સપાટ જમીન ધારણ કરીને અહીં કટોકટી ઉતરાણ કર્યું હતું, પરંતુ તે પછી જહાજ રહસ્યમય રીતે પાયલોટ સાથે ગાયબ થઈ ગયું હતું. બાદમાં તે જ વિસ્તારમાં કામ કરતા અમેરિકન સૈનિકોને તળાવ અને ગુમ થયેલા જહાજ અને પાઇલટ્સને શોધવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ ત્યાંથી પાછા ફરી શક્યા ન હતા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સરોવરને લગતી અન્ય એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે, જે મુજબ, જાપાની સૈનિકો બીજા વિશ્વયુદ્ધ બાદ પરત ફરી રહ્યા હતા, પરંતુ તેઓ રસ્તો ભૂલી ગયા હતા . પરંતુ જયારે તે તળાવ પાસે પહોંચ્યા ત્યારે તે ત્યાં રેતીમાં ડૂબી ગયો અને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા.

નોંધનીય છે કે, લોકો અવારનવાર અહીં ફરવા આવે છે, પરંતુ તળાવની અંદર જવાની કોઈની હિંમત નથી. કહેવાય છે કે આ તળાવનું રહસ્ય જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ છે.

આ સ્થળ  હાલ તો એક આકર્ષક પર્યટન સ્થળ બની ગયું છે. આ તળાવની આસપાસનો વિસ્તાર ઉજ્જડ છે.માત્ર મનુષ્યોમાં જ નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓને દૂર-દૂર સુધી જોવા મળતા નથી.

આ પણ વાંચો : તાલિબાનના વધતા કબજાને રોકવા માટે અમેરિકાનું મોટું પગલું, અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા B-52 અને AC-130 વિમાનો

આ પણ વાંચો : Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર

Published On - 2:39 pm, Sun, 8 August 21

Next Article