Uttrakhand: આ તારીખથી શ્રદ્ધાળુઓ કરી શકશે હેમકુંડ સાહિબની યાત્રા, 7 પર્વતોથી ઘેરાયેલું છે આ ધાર્મિક સ્થળ

|

Mar 20, 2021 | 5:35 PM

Uttrakhand આ વર્ષે 10 મેથી ભક્તો હેમકુંડ સાહિબ (Hemkund Sahib)ના દર્શન કરી શકશે. શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ ચમોલી જિલ્લામાં આવેલું છે. આ સ્થાન લગભગ 15 હજાર ફીટની ઉંચાઈએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલું છે.

Uttrakhand: આ તારીખથી શ્રદ્ધાળુઓ કરી શકશે હેમકુંડ સાહિબની યાત્રા, 7 પર્વતોથી ઘેરાયેલું છે આ ધાર્મિક સ્થળ

Follow us on

Uttrakhand આ વર્ષે 10 મેથી ભક્તો હેમકુંડ સાહિબ (Hemkund Sahib)ના દર્શન કરી શકશે. શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ ચમોલી જિલ્લામાં આવેલું છે. આ સ્થાન લગભગ 15 હજાર ફીટની ઉંચાઈએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ ઠંડું છે. અહીં સમયે સમયે હિમવર્ષા થાય છે. તેથી, આ તીર્થસ્થાન એક વર્ષમાં લગભગ આઠ મહિના ભક્તો માટે બંધ રહે છે.

 

હેમકુંડ સાહિબ પાસે એક મોટુ તળાવ પણ છે. એવું માનવામાં આવે છે કે હેમકુંડ સાહિબમાં દસમાં શીખ ગુરુ, ગુરુ ગોવિંદસિંહે લગભગ 20 વર્ષ તપસ્યા કરી હતી. જ્યાં ગુરુજીએ ધ્યાન કર્યું ત્યાં આ ગુરુદ્વારા આવેલું છે. ગુરુદ્વારાની સાથે અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેને હેમ સરોવર કહેવામાં આવે છે. ગુરુદ્વારામાં માથું નમાવતા પહેલાં શીખ ભક્તો પણ આ પવિત્ર તળાવમાં સ્નાન કરે છે. નજીકમાં ભગવાન લક્ષ્મણનું મંદિર પણ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ગુરુગોબિંદસિંહે પૂજા પણ કરી હતી. ગુરુ ગોવિંદસિંહજી અહીં આવ્યા તે પહેલાં જ આ સ્થાનનું ધાર્મિક મહત્વ હતું. આ સ્થળને પહેલાં લોકપાલ કહેવામાં આવતું હતું. હેમકુંડ સાહેબમાં સપ્તારીશી શિખરો પણ છે. અહીં ખાલસા પંથનું પ્રતિક નિશાન સાહિબ ધ્વજ લાગેલું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ છે મંદિરને લગતી માન્યતા: એવું માનવામાં આવે છે કે શ્રી રામના ભાઈ લક્ષ્મણનો અગાઉનો અવતાર શેષનાગ હતો. શેષનાગ લોકપાલ તળાવમાં તપ કરતાં હતા અને ભગવાન વિષ્ણુ તેની પીઠ પર વિશ્રામ કરતા હતા.

 

યાત્રા માટેનો યોગ્ય સમય: હેમકુંડ સાહેબ દર વર્ષે જૂનમાં ખોલવામાં આવે છે, પરંતુ આ વર્ષે યાત્રા 10 મેથી શરૂ થશે. હેમકુંદ સાહેબ સામાન્ય રીતે ઓક્ટોબર સુધી ભક્તો માટે ખુલ્લુ હોય છે. આ સમય દરમિયાન અહીં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી છે. ઓગસ્ટ પછી અહીં પણ વરસાદ શરૂ થાય છે. હેમકુંડ સાહેબ દિલ્હીથી લગભગ 515 કિ.મી. જોશીમઠથી ગોવિંદ ઘાટનું અંતર લગભગ 47 કિ.મી છે.

Next Article