Justin Bieber: પોપ સિંગર જસ્ટિન બીબરનો અડધો ચહેરો થયો લકવાગ્રસ્ત, સોશિયલ મીડિયા પર ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

|

Jun 11, 2022 | 6:17 PM

જસ્ટિન બીબરે (Justin Bieber) સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે તેનો અડધો ચહેરો લકવાગ્રસ્ત છે. તે તેની પાંપણો પણ પટપટાવી શકતો નથી.

Justin Bieber: પોપ સિંગર જસ્ટિન બીબરનો અડધો ચહેરો થયો લકવાગ્રસ્ત, સોશિયલ મીડિયા પર ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
Justin Bieber

Follow us on

દુનિયાના પ્રખ્યાત પોપ સિંગરમાંથી એક જસ્ટિન બીબરના (Justin Bieber) ફેન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિન બીબરે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે તેનો અડધો ચહેરો લકવાગ્રસ્ત છે. તે તેની પાંપણ પણ પટપટાવી શકતો નથી. તેણે કહ્યું કે તે રામસે હંટ સિન્ડ્રોમથી પીડિત (Ramsay Hunt Syndrome) છે અને તેના કારણે તેનો ચહેરો પૈરાલાઈઝ થઈ ગયો છે. વીડિયો શેર કરતી વખતે તેણે પોતાની હાલત વિશે જણાવ્યું કે તેનો અડધો ચહેરો પૈરાલાઈઝ હોવાને કારણે તે પાંપણ પણ પટપટાવી શકતો નથી અને હસી પણ શકતો નથી. તેણે સ્પષ્ટ કહ્યું છે કે તે આ સમયે શો કરી શકે તે માટે શારીરિક રીતે સક્ષમ નથી, તેથી જ તેનો શો કેન્સલ કરવામાં આવ્યો છે.

જસ્ટિન બીબરે કહ્યું કે તેને એ પણ ખબર નથી કે તેને સારો થવામાં કેટલો સમય લાગશે, પરંતુ તે આરામ કરી રહ્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ થઈને સેટ પર ફરી આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન સમગ્ર દુનિયાભરમાં તેના ફેન્સ ખૂબ જ ચિંતિત છે. તે વિશ્વાસ નથી કરી શકતા કે તેમનો ફેવરિટ સ્ટાર આવી હાલતમાં છે. લોકો તેના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કેટલીક ટ્વીટ્સ જોઈએ

Next Article