Viral Video: લગ્ન મંડપમાં ગાંડાની જેમ નાચ્યો વરરાજા, પોતાની દુલ્હન પર કર્યો પૈસાનો વરસાદ

|

Jun 07, 2022 | 6:35 PM

Funny Wedding Video : વાયરલ થયેલા આ વીડિયોમાં વરરાજા પોતાની દુલ્હનને લગ્ન મંડપમાં જોઈને પાગલ થઈ જાય છે. તે પછી વરરાજા જે પણ કરે છે તે જોઈને દુલ્હન સહિત સૌ કોઈ ચોંકી જાય છે. આવો લગ્નનો વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.

Viral Video: લગ્ન મંડપમાં ગાંડાની જેમ નાચ્યો વરરાજા, પોતાની દુલ્હન પર કર્યો પૈસાનો વરસાદ
Viral Video
Image Credit source: instagram

Follow us on

ભારતમાં લગ્નો (Indian Wedding) ખુબ જ ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવે છે. દેશના અલગ-અલગ પ્રદેશમાં પોતાની પરંપરા મુજબ લગ્નો થાય છે પણ તે બધામાં સંગીત, ડાન્સ અને ધમાલ હોય જ છે. ભારતીય લગ્નોમાં તમે ઘણીવાર લોકોને વરઘોડામાં ડીજેની ધૂન પર નાચતા અને ગાતા અને એકબીજા પર નોટો ફેકતાં જોયા હશે. તમે વરરાજાના ડાન્સના વાયરલ વીડિયો પણ જોયા હશે. તેવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લગ્ન મંડપમાં દુલ્હનને (Dulhan) જોઈને વરરાજા પાગલ થઈ જાય છે. તે પછી વરરાજા જે પણ કરે છે તે જોઈને દુલ્હન સહિત સૌ કોઈ ચોંકી જાય છે. આવો લગ્નનો વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો લગ્ન મંડપનો છે. તમે જોઈ શકો છો કે આ લગ્નમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’નું ગીત વાગે છે. આના પર વરરાજા પોતાને રોકી શક્યો નહીં અને દુલ્હનની આસપાસ નાચવા લાગ્યો. એવું લાગે છે કે એક સુંદર છોકરીને મળ્યા પછી છોકરો તેની ખુશીને સંભાળી શકતો નથી. તમે જોઈ શકો છો કે તે ડાન્સ કરતી વખતે એટલો પાગલ થઈ જાય છે કે તે પોતાના ખિસ્સામાંથી પૈસાની નોટ કાઢીને દુલ્હન પર ઉડાડવા લાગે છે. આ દરમિયાન મંડપની આસપાસ ઊભેલા સંબંધીઓ પણ વરરાજાની હરકતો જોઈને દંગ રહી જાય છે. તો ચાલો જોઈએ આ ફની વીડિયો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ રહ્યો તે વાયરલ વીડિયો

 

આ ફની વીડિયોને @amit_kumar_chaurasiya333 નામના યુઝરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, સુપર જોડી. તમે પણ વીડિયો અંત સુધી જોજો. લગભગ એક મહિના પહેલા અપલોડ થયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હમણાં સુધી તેને 1 લાખ 35 હજારથી વધુ લોકોએ પંસદ કર્યો છે. લોકોએ આ વીડિયો જોયા પછી ફની કોમેન્ટ પણ કરી છે.

Next Article