AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : દાદીને દેશી અંદાજમાં નાચતા જોઇને પૌત્ર પણ ના રોકી શક્યો પોતાની જાતને, તમે પણ જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર જેવો જ આ વીડિયો શેયર કરવામાં આવ્યો કે તરત જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ. વીડિયોમાં દાદી જે જોશ સાથે ડાન્સ કરી રહી છે તે કમાલનો છે.

Viral Video : દાદીને દેશી અંદાજમાં નાચતા જોઇને પૌત્ર પણ ના રોકી શક્યો પોતાની જાતને, તમે પણ જુઓ વીડિયો
Grandmother dancing with her grandson video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:48 AM
Share

જ્યારે વ્યક્તિ ખુશ હોય ત્યારે તે નાચી ઉઠે છે. લોકો નાના-મોટા દરેક પ્રસંગ પર પોતાના પરિવાર અને મિત્રો સાથે ડાન્સ કરવાનું નથી ભુલતા. સોશિયલ મીડિયા પર પણ આવા ડાન્સિંગ વીડિયો ખૂબ ધૂમ મચાવતા હોય છે. હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક પૌત્ર પોતાની દાદી સાથે દેસી અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે. દાદી અને પૌત્રની જોડીને એકસાથે ડાન્સ કરતા જોઇને લોકો ખુશ થઇ ઉઠ્યા.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે દાદી પોતાના જ અંદાજમાં ડાન્સ કરી રહી હોય છે. ત્યારે ત્યાં હાજર પૌત્ર પણ તેમની સાથે ડાન્સ કરવા લાગી જાય છે. દાદી અને પૌત્રની આ જોડી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ છે. લોકોને આ ડાન્સ એટલો પસંદ આવી રહ્યો છે કે આ વીડિયોને હમણાં સુધીમાં એક લાખ 23 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર જેવો જ આ વીડિયો શેયર કરવામાં આવ્યો કે તરત જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ. વીડિયોમાં દાદી જે જોશ સાથે ડાન્સ કરી રહી છે તે કમાલનો છે. એટલે જ દાદી -પૌત્રનો ડાન્સ જોઇને સૌ કોઇ મંત્રમુગ્ધ થઇ ગયા છે. દાદી એ રીતે ડાન્સ કરે છે કે પૌત્ર પોતાને તેમની જેમ ડાન્સ કરવાથી રોકી નથી શક્તો. સોશિયલ મીડિયા પર આ વીડિયો અંકિત જંગિડે પોતાના એકાઉન્ટ પરથી શેયર કર્યો છે.

તમને જણાવી દઇએ કે ઇન્ટરનેટની દુનિયામાં જ્યારે પણ કોઇ વીડિયો શેયર કરવામાં આવે છે તો લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવે છે આ વીડિયો સાથે પણ કઇંક એવુ જ થયુ. વીડિયો પર હમણાં સુધીમાં 900 થી વધારે લાઇક્સ આવી ગઇ છે. સાથે જ આ વીડિયોને લોકોએ પોતાના અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ શેયર કર્યો છે.

આ પણ વાંચો –

Afghanistan: તાલિબાન શાસનમાં ક્રિકેટને લઇને રાહતના સમાચાર, આગામી મહિને અફઘાનિસ્તાન શ્રીલંકામાં વન ડે સિરીઝ રમશે

આ પણ વાંચો –

Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ

આ પણ વાંચો –

Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">