કમાલ ! 90 વર્ષના દાદીએ શીખી કાર ચલાવતા, હાઇવે પર એવી રીતે ભગાવી કે Video થયો Viral

|

Sep 24, 2021 | 7:05 AM

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમની સ્ટાઈલનો વીડિયો શેર કર્યો છે. શિવરાજ સિંહ ચૌહાણે આ માટે દાદીની ખૂબ પ્રશંસા કરી છે અને પોતાના ટ્વીટ દ્વારા દાદીને અન્ય લોકો માટે પ્રેરણા ગણાવી છે.

કમાલ ! 90 વર્ષના દાદીએ શીખી કાર ચલાવતા, હાઇવે પર એવી રીતે ભગાવી કે Video થયો Viral
Grandma learned to drive a car at the age of 90

Follow us on

જેણે કહ્યું ‘શીખવાની કોઈ ઉંમર નથી’ તેએ એકદમ સાચું કીધુ છે. આનું એક ઉત્તમ ઉદાહરણ સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં જોવા મળી રહ્યું છે. મધ્ય પ્રદેશ (Madhyapradesh)ના દેવાસ જિલ્લાની 90 વર્ષીય દાદી રેશમ બાઈ તંવરે આ વાત સાચી સાબિત કરી છે. વાયરલ થતા વીડિયો (Viral Video)માં જે દાદી દેખાઈ રહી છે, તે આ ઉંમરે કાર ચલાવવાનું શીખી ગઈ છે અને હવે હાઈવે પર ડ્રાઈવ કરી રહી છે. આ ઉંમરે કાર ચલાવતા દાદીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સંદીપ સિંહના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દાદી રેશમબાઈ હાઈવે પર કાર ચલાવી રહી છે અને તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ પણ સ્પષ્ટ દેખાય છે. રેશમ બાઈ તંવરનો કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રેશમ બાઈ કેવી રીતે રસ્તા પર હાઈ સ્પીડમાં વાહન ચલાવી રહ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

તમને બધાને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમની સ્ટાઈલનો વીડિયો શેર કર્યો છે. શિવરાજ સિંહ ચૌહાણે આ માટે દાદીની ખૂબ પ્રશંસા કરી છે અને પોતાના ટ્વીટ દ્વારા દાદીને અન્ય લોકો માટે પ્રેરણા ગણાવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં તેમણે લખ્યું, ‘દાદીએ આપણને બધાને પ્રેરણા આપી છે કે આપણી રુચિને પરિપૂર્ણ કરવા માટે કોઈ વય મર્યાદા નથી. ઉંમર ગમે તે હોય, જીવન જીવવાનો જુસ્સો હોવો જોઈએ! ’

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, લોકો તેમની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘સલામ હૈ દાદી કો’ અન્ય યુઝરે લખ્યું, ‘મહાન હું મારી માતાને પણ શીખવવાનો પ્રયત્ન કરીશ’ અન્ય એક યુઝરે લખ્યું, ‘શું દાદી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે’ આ સિવાય, એકએ તેની દાદીને પ્રતિભાશાળી કહ્યું અને બીજાએ સ્માર્ટ કહ્યું, મોટાભાગના લોકોએ ઇમોટિકોન પણ શેર કર્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયાના અન્ય પેજ પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 24 સપ્ટેમ્બર: કાર્યક્ષમતાના આધારે ઘણા કાર્યો શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકશો, શેરબજારમાં નફાકારક તકો અને જોખમ સંબંધિત કાર્ય થશે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 24 સપ્ટેમ્બર: અઠવાડિયાની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે, તમારામાં અદભૂત આત્મવિશ્વાસ અનુભવશો

 

Next Article