Video: સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આ પરેડ જોઈને તમે સૈનિકોની પરેડ પણ ભુલી જશો!

|

Nov 01, 2021 | 8:56 AM

આજકાલ એક સરકારી શાળાનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ જે રીતે શિસ્તથી પરેડ કરી રહ્યા છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Video: સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આ પરેડ જોઈને તમે સૈનિકોની પરેડ પણ ભુલી જશો!
student parade

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક રમુજી વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક સરકારી શાળાનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સરકારી શાળાના (Government School) વિદ્યાર્થીઓ જે રીતે શિસ્તથી પરેડ કરી રહ્યા છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

 

વિદ્યાર્થીઓનું શિસ્ત જોઈને લાગે માત્ર આર્મીની વરદી પહેરવાની બાકી છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાથે બાળકો લાઈનસર ઉભા છે, જેમાં એક બાળક ઓર્ડર આપી રહ્યો છે, જ્યારે અન્ય બાળકો આ ઓર્ડરને શિસ્તથી(Discipline) ફોલો કરતા જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે આ વિદ્યાર્થીઓ શિસ્તનું એ રીતે પાલન કરી રહ્યા છે, જાણે આર્મીના સૈનિક હોય.આ વીડિયો હાલ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મળતી માહિતી મજબ આ વીડિયો ઉતરપ્રદેશના (Uttar Pradesh) હરદોઈ જિલ્લામાં આવેલી સનફરા પ્રાથમિક શાળાનો છે. આ શિસ્ત જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.જેમાં એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,આ બાળકોએ આર્મીની માત્ર વરદી પહેરવાની જ બાકી છે. જ્યારે એક યુઝરે લખ્યુ કે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકને સલામ…આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Video : બાઈક કે ટ્રક ! આ વ્યક્તિએ દેશી જુગાડથી બાઈકને ફેરવી નાખી ટ્રકમાં, આ જુગાડ જોઈને તમે મોઢામાં આંગળા નાખી જશો

આ પણ વાંચો: Viral : આ પક્ષીએ નોન સ્ટોપ 13,000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને બનાવ્યો રેકોર્ડ, આ પરાક્રમની કહાની સાંભળીને તમને પણ આશ્વર્ય થશે !

 

Published On - 7:34 pm, Sun, 31 October 21

Next Article