બેન્કને લૂંટતા બચાવનાર લેડી સિંઘમનું સરકારે કર્યું સમ્માન, જુઓ Video કેવી રીતે કર્યો ખુંખાર લૂંટારાઓનો સામનો

|

Jan 20, 2023 | 12:52 PM

હાજીપુરમાં સશસ્ત્ર લૂંટારાઓ સામે લડતી વખતે બેંક લૂંટને નિષ્ફળ બનાવ્યો હતો. બિહારના હાજીપુરની એક બેન્કમાં બે મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ ત્રણ સશસ્ત્ર લૂંટારાઓ સામે લડતા બેન્ક લૂંટવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

બેન્કને લૂંટતા બચાવનાર લેડી સિંઘમનું સરકારે કર્યું સમ્માન, જુઓ Video કેવી રીતે કર્યો ખુંખાર લૂંટારાઓનો સામનો
government honored Lady Singham who saved the bank from robbery

Follow us on

બિહાર પોલીસ કોન્સ્ટેબલ જુહી કુમારી અને શાંતિ કુમારીનો ગઈકાલથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે ત્યારે આ બન્નેનો એક વીડિયો છે જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે અને લોકો બન્નેની હિંમતની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. હકીકતમાં, ત્રણ બદમાશો લૂંટની ઘટનાને અંજામ આપવાના ઇરાદે હથિયારો સાથે હાજીપુરની એક ગ્રામીણ બેંકમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન બેન્કમાં હાજર બે મહિલા પોલીસકર્મીઓએ બહાદુરીથી બદમાશોનો સામનો કર્યો હતો, અને લૂંટ થતા બચાવી હતી.

પોલીસ કોન્સ્ટેબલનું સન્માન

ત્યારે આજે બિહાર સરકારે બન્ને મહિલા પોલીસ કોન્સ્ટેબલનું સન્માન કર્યું છે, જેમણે હાજીપુરમાં સશસ્ત્ર લૂંટારાઓ સામે લડતી વખતે બેંક લૂંટને નિષ્ફળ બનાવ્યો હતો. બિહારના હાજીપુરની એક બેન્કમાં બે મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ ત્રણ સશસ્ત્ર લૂંટારાઓ સામે લડતા બેન્ક લૂંટવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મહિલા પોલીસ કોન્સ્ટેબલ શાંતિ કુમારીએ કહ્યું, “વરિષ્ઠ અધિકારીઓએ અમારી બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે તમે સારું કામ કર્યું છે.”

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું હતી સમગ્ર ઘટના

આ મામલો વૈશાલી જિલ્લાના હાજીપુર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ઉત્તર બિહાર ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક હતો. જ્યાં બિહાર પોલીસની બે મહિલા કોન્સ્ટેબલે ન માત્ર બેન્ક સુરક્ષા કરી પરંતુ ત્યાંથી સશસ્ત્ર અપરાધીઓનો પીછો પણ કર્યો. પોતાનો જીવ જોખમમાં મૂકીને બિહાર પોલીસની બે મહિલા કોન્સ્ટેબલે બેંક લૂંટવા આવેલા લૂંટારુઓને ઝડપી લીધા હતા અને તેમને બેન્કમાં પ્રવેશવા દીધા ન હતા. બેન્ક લૂંટવા આવેલા ત્રણ લૂંટારુઓનો બે મહિલા કોન્સ્ટેબલોએ પીછો કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલે ગુનેગારોનો જોરદાર મુકાબલો કર્યો. બાદમાં લૂંટારુઓએ જીવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. બંને જવાનોની બહાદુરીની ઘણી વાતો છે. લોકો બંનેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. આ બહાદુરી માટે બિહાર પોલીસે બંને મહિલા કોન્સ્ટેબલનું સન્માન કર્યું છે.

SPએ બંને ‘લેડી સિંઘમ’નું સન્માન કર્યું

હજારીબાગના એસપી મનીષે તેમની ઓફિસમાં બેંક લૂંટને અટકાવનાર ફરજ પરના પોલીસકર્મીઓ જુહી કુમારી અને શાંતિ કુમારીનું સન્માન કર્યું હતું. તેમણે કહ્યું કે અમને બધાને બે મહિલા પોલીસકર્મીઓની બહાદુરી પર ગર્વ છે. તેની બહાદુરી અને સમજદારીના કારણે લૂંટારાઓની યોજના ખોરવાઈ ગઈ. જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. એસપી મનીષે પોલીસ કર્મચારીઓ જુહી અને શાંતિને પ્રશસ્તિપત્ર અને 2,000 રૂપિયા રોકડા આપીને સન્માનિત કર્યા.

Next Article