Google Maps: આજકાલ, ભૂત માત્ર વાર્તાઓમાં જ નહીં, પણ ડિજિટલ અને વર્ચ્યુઅલ વિશ્વમાં પણ ફરતા જોવા મળે છે. તાજેતરમાં, ગૂગલ મેપ્સ પર, એક યુઝર ન્યૂયોર્ક સિટી (New York City) જેવા હાઇ ટેક શહેરમાં હેઝમેટ સૂટ પહેરીને (Headless Man Spots with No Man) માથા વગરના અને હાથ પગ વગરનુ ભૂત પહેરીને ચાલતો જોવા મળ્યો હતો. યુઝરે સોશિયલ મીડિયા પર આ વિચિત્ર નજારાની તસવીરો પણ શેયર કરી છે.
આજકાલ લોકોને ગૂગલ મેપ્સ સર્વિસ (Google Maps Service) પર એક કરતાં વધુ વિચિત્ર નજારો જોવા મળે છે. હાલમાં જ Reddit પર એક યુઝરે કેટલાક Google Mapsની કેટલીક તસવીરો લીધી હતી. જેમાં એક ડ્રેસ ફરતો જોવા મળ્યો હતો. તેની અંદર ન તો કોઈ માણસ દેખાતો હતો કે ન તો તેના હાથ કે પગ. માત્ર કપડું આગળ વધી રહ્યું હતું.
ગૂગલ મેપ્સ યુઝર્સે ન્યૂયોર્ક સિટીના બ્રુકલિન નેવી યાર્ડમાં (Brooklyn Navy Yard) આ દૃશ્ય જોયું. મેપ્સ સર્વિસમાં આ બોડી સૂટ રોડની વચ્ચે ચાલી રહ્યો હતો, પરંતુ અંદર કોઈ માનવ શરીર નહોતું. નકશા પર રસ્તા પરથી નીચે ઉતરતી વખતે આ બોડીલેસ સૂટ જોઈ શકાય છે. બોડીલેસ બોડી સૂટ આ વિસ્તારમાં એટલી મસ્તી સાથે ફરે છે, જાણે કે તે ડાન્સ અને ગાવાનો આનંદ માણી રહ્યો હોય. બોડી વગરનો સૂટ આ રીતે ફરતો હોય તે કેવી રીતે શક્ય છે તે અંગે કોઈ સંકેત મળ્યો નથી.
ક્યારેક આ બોડી સૂટ રોડ પર ફરે છે, તો ક્યારેક રસ્તા પર આરામ કરે છે. કેટલીક જગ્યાએ તે નાચતી અને રમતી પણ જોવા મળી હતી. સૌથી નવાઈની વાત એ છે કે જ્યાં આ બૉડી સૂટ ગાયબ હોય તે રસ્તામાં એક સીગલે તેની જગ્યા લીધી. નેવી રન એરિયામાં જોવા મળેલા સીગલને જ્યારે ઝૂમ કરીને જોવામાં આવ્યું તો તે પિક્સલેટેડ થઈ ગયું. કદાચ આ ગોપનીયતાને કારણે કરવામાં આવ્યું હતું. એક Reddit યુઝરે આ વિચિત્ર ઘટનાની ઘણી તસવીરો પોસ્ટ કરી છે અને તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક લોકોએ તેને હોલો મેનનું કોવિડ એડિશન કહ્યું છે. જ્યારે કેટલાક લોકો આશ્ચર્યમાં છે કે આ શું છે?
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Ajab Gajab News: આ દેશના લોકો ઝાડ અને જાનવરો સાથે કરે છે વાતો, કારણ જાણી તમે પણ થઈ જશો હેરાન!