ગૂગલે આજનું ડૂડલ ડૉ. કમલ રણદિવેને કર્યુ સમર્પિત, જાણો કેન્સર જેવા રોગ પર અભૂતપૂર્વ સંશોધન કરનાર રણદિવે કોણ છે ?

|

Nov 08, 2021 | 12:41 PM

ગૂગલે આજે તેનું ડૂડલ ભારતીય સેલ બાયોલોજીસ્ટ ડૉ. કમલ રણદિવેને સમર્પિત કર્યું છે. તમને જણાવી દઈએ કે, આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ છે.

ગૂગલે આજનું ડૂડલ ડૉ. કમલ રણદિવેને કર્યુ સમર્પિત, જાણો કેન્સર જેવા રોગ પર અભૂતપૂર્વ સંશોધન કરનાર રણદિવે કોણ છે ?
google dedicated its doodle to the indian researcher doctor kamal ranadive

Follow us on

Kamal Randive : ગૂગલે આજે તેનું ડૂડલ ભારતીય કોષ જીવ વિજ્ઞાની ડૉ. કમલ રણદિવેને સમર્પિત કર્યું છે. તમને જણાવી દઈએ કે આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ છે. તેઓ કેન્સર (Cancer) જેવા રોગ પર તેમના અભૂતપૂર્વ સંશોધન માટે અને વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વધુ સારા સમાજનું નિર્માણ કરવા માટે જાણીતા છે. ડૉ. રણદિવે પરનું આ ડૂડલ ભારતના કલાકાર ઈબ્રાહિમ રૈનતકથ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં ડૉ. રણદિવે માઈક્રોસ્કોપ જોઈ રહ્યા છે.

ડૉ. રણદિવેને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા 

કમલ સમરથ, જેને કમલ રણદિવે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતાએ તેમને હંમેશા તબીબી શિક્ષણ માટે પ્રેરણા આપી, પરંતુ ડૉ. રણદિવેનું મન બાયોલોજીમાં (Biology) જ રહ્યું. ડૉ. રણદિવેના પિતા દિનકર પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બાયોલોજીના પ્રોફેસર હતા. તે ઈચ્છતા હતો કે તેની બધી દીકરીઓ પણ સારું શિક્ષણ મેળવે. ડૉ. રણદિવેને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સાયટોલોજીમાં ડોક્ટરેટની પદવી મેળવી

વર્ષ 1949માં તેમણે ઈન્ડિયન કેન્સર રિસર્ચ સેન્ટર (ICRC)માં સંશોધક તરીકે કામ કરતી વખતે સાયટોલોજીમાં ડોક્ટરેટની (Doctorate)  પદવી મેળવી. આ પછી તે અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ફેલોશિપ બાદ મુંબઈ પર ફર્યા હતા. અહીં આવીને તેમણે ICRC ખાતે દેશની પ્રથમ ટીશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના કરી.

ડૉ. રણદિવે ICRCના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે, ડૉ. રણદિવે ICRCના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતના સંશોધકોમાંના એક છે જેમણે સ્તન કેન્સર અને આનુવંશિકતા વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી. આ સિવાય તેણે કેન્સર અને કેટલાક વાયરસ વચ્ચેના સંબંધની પણ ઓળખ કરી.
વર્ષ 1973માં ડૉ. રણદિવે અને તેમના 11 સાથીઓએ વિજ્ઞાનમાં (Science) મહિલાઓને ટેકો આપવા માટે ઈન્ડિયન એસોસિએશન ઓફ વિમેન સાયન્ટિસ્ટ્સ (IWSA)ની સ્થાપના કરી. આ ઉપરાંત ડૉ. રાણદિવેએ વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પણ ભારત પરત ફરીને તેમના જ્ઞાનનો દેશમાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ પણ વાંચો : LK Advani Birthday: લાલકૃષ્ણ અડવાણી 94 વર્ષના થયા, વડાપ્રધાન મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો: Viral Video : બિલાડીના આ ક્યૂટ બચ્ચાએ માલિક સાથે એવું તે શું કર્યું કે વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article