75th Independence Day : ગૂગલે સ્વાતંત્ર્ય દિવસની કરી અનોખી ઉજવણી, Doodle દ્વારા ભારતના સંઘર્ષને કર્યા સલામ

|

Aug 15, 2021 | 12:05 PM

આઝાદીના આ પર્વ પર ગુગલે પણ ખાસ Doodle દ્વારા દેશને આઝાદી માટે અભિનંદન આપ્યા છે. ડૂડલમાં ભારતના સ્વતંત્રતા દિવસને (Independence Day) વિવિધ નૃત્યના ચિત્રો સાથે દર્શાવવામાં આવ્યું છે.

75th Independence Day : ગૂગલે સ્વાતંત્ર્ય દિવસની કરી અનોખી ઉજવણી, Doodle દ્વારા ભારતના સંઘર્ષને કર્યા સલામ
Google Celebrate 75th Independence Day

Follow us on

75th Independence Day : આજે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો આ તહેવાર દરેક ભારતીય માટે ખાસ છે અને જો આપણે બ્રિટીશરોની ગુલામીમાંથી મુક્તિ મેળવી છે, તો તેની પાછળ લાખો લોકોનું બલિદાન છે. જેમણે દેશની આઝાદી માટે હસતા-હસતા પોતાનું બલિદાન આપ્યું. ત્યારે આપને જણાવી દઈએ કે, ગૂગલ (Google) પણ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે.

આ ડૂડલમાં (Doodle) ભારતીય પરંપરા અને સંસ્કૃતિની એક ખાસ ઝલક જોવા મળે છે. ભારતના સ્વતંત્રતા (Independence Day) દિવસને કોલકાતાના કલાકાર સયાન મુખર્જી દ્વારા તૈયાર કરાયેલા ડૂડલમાં દેશના વિવિધ નૃત્ય સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે. તે દેશની ઐતિહાસિક પ્રગતિની સદીઓથી બનેલી સાંસ્કૃતિક પરંપરાઓને (Cultural Traditions) દર્શાવે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જુઓ આ ટ્વિટ

ભારતમાં સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે, ગૂગલે કહ્યું કે “1947 માં આ દિવસે મધ્યરાત્રિએ ભારત એક સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું હોવાથી ભારતની દાયકાઓ જૂની ચળવળનો (Movement) અંત આવ્યો.” ડૂડલમાં ભારતના સ્વતંત્રતા દિવસ અને સદીઓથી ઐતિહાસિક પ્રગતિથી બનેલી તેની સાંસ્કૃતિક પરંપરાઓ દર્શાવવામાં આવી છે.

ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરંપરાનું વર્ણન કરતા ગૂગલે કહ્યું કે, ભારત અંદાજિત 1.3 અબજ વસ્તીએ કુલ વૈશ્વિક વસ્તીના છઠ્ઠા ભાગની છે, તેની સરહદોની અંદર હજારો વિવિધ ભાષાઓ અને એકતા તેમની વિશેષતા છે.

 

આ પણ વાંચો: Independence Day : 12 વર્ષીય તારાએ ઈરાની સંતૂર પર વગાડ્યું ભારતીય રાષ્ટ્રગાન, Video જોઈને તમે પણ થઈ જશો બાળકીના ફેન્સ

આ પણ વાંચો: Independence Day 2021 : 75 માં સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના રંગોમાં રંગાઈ સોશિયલ મીડિયાની દુનિયા, જુઓ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા

Published On - 12:03 pm, Sun, 15 August 21

Next Article