Viral Video: ‘Go First’ ફ્લાઈટનું AC ફ્લાઈટની વચ્ચે જ થયું બંધ, Videoમાં પ્રવાસીઓ પરસેવો લૂછતા જોવા મળ્યા, જૂઓ પછી શું થયું

|

Jun 25, 2022 | 11:52 AM

'Go First'ની ફ્લાઇટનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા (Viral Video) પર છવાઈ ગયો છે. જેમાં ફ્લાઈટ દરમિયાન અચાનક ફ્લાઈટનું AC કામ કરતું બંધ થઈ ગયું હતું. જેના કારણે ફ્લાઈટમાં સવાર પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Viral Video: Go First ફ્લાઈટનું AC ફ્લાઈટની વચ્ચે જ થયું બંધ, Videoમાં પ્રવાસીઓ પરસેવો લૂછતા જોવા મળ્યા, જૂઓ પછી શું થયું
ચાલુ વિમાને Ac થયું બંધ

Follow us on

તમે ઘણી વાર ટ્રેન અને બસમાં AC માટે બેદરકારી જોઈ હશે. જેના કારણે પ્રવાસ કરતાં લોકો પરેશાન થાય છે. પરંતુ જ્યારે હવામાં ઉડતી વખતે ફ્લાઈટનું AC બંધ થઈ જાય ત્યારે શું થાય છે? આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social media) પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં ફ્લાઈટ દરમિયાન એક ‘ગો ફર્સ્ટ’ની (Go First Airline Viral Video) એર કંડિશનીંગ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી. જેના કારણે અનેક પ્રવાસીઓને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પ્રવાસ દરમિયાન અચાનક ઘણાં પ્રવાસીઓ બેભાન થયા હતા. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો આવતાની સાથે જ તે અંધાધૂંધ વાયરલ થઈ ગયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફ્લાઈટની અંદર AC ના ચાલવાને કારણે વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે અને ત્યાં હાજર પ્રવાસીઓ સેફ્ટી ઈન્સ્ટ્રક્શન કાર્ડનો પંખાની જેમ ઉપયોગ કરતાં જોવા મળે છે. ક્લિપમાં જોઈ શકાય છે કે AC કામ ન કરવાને કારણે લોકોની હાલત એટલી ખરાબ છે કે તેઓ રડતાં જોવા મળે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં વીડિયો જુઓ….

આ વીડિયો રોશની વાલિયા નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘G8 2316 સૌથી ખરાબ અનુભવોમાંથી એક હતો. અહીં AC કામ ન કરવાને કારણે પ્રવાસીઓને ગૂંગળામણ થઈ રહી છે. પરસેવાથી લથબથ લોકો લગભગ બેભાન થઈ ગયા હતા. કેન્સરના દર્દી અત્યંત વ્યથિત હતા. જો AC કામ કરતું ન હોય તો ફ્લાઈટ ટેક ઓફ ન કરવી જોઈતી હતી.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 400થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, ‘કોઈ પણ Airlines કંપની પાસેથી આવી સેવાની અપેક્ષા રાખી શકાય નહીં.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આના પર કાર્યવાહી થવી જોઈએ.’ આ સિવાય બીજા ઘણા લોકોએ તેના પર કોમેન્ટ્સ કરી છે.

Next Article