Funny Video : બોયફ્રેન્ડે જન્મદિવસે કોઈ આયોજન ન કરતા ગલફ્રેન્ડ થઈ ગુસ્સે ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Aug 27, 2021 | 11:32 AM

બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસ માટે કોઈ આયોજન ન કરતા ગુસ્સે થયેલી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Funny Video : બોયફ્રેન્ડે જન્મદિવસે કોઈ આયોજન ન કરતા ગલફ્રેન્ડ થઈ ગુસ્સે ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
girlfriend got angry boyfriend didnt make any plan on her birthday

Follow us on

Funny Video :  સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય થાય છે,જ્યારે કેટલાક વીડિયો એટલા રમુજી હોય છે,જેને જોઈને હસીને લોટ પોટ થઈ જવાય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઇક એવું બતાવવામાં આવ્યું છે, છોકરી તેના પાર્ટનર પાસેથી શું અપેક્ષા રાખે છે. આ વીડિયોમાં એક યુવતીએ રમુજી રીતે સમજાવ્યું કે જ્યારે પાર્ટનર તેની અપેક્ષાઓ પર ખરો ન ઉતરે ત્યારે તેને કેવું લાગે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં યુવતી તેના બોયફ્રેન્ડ પર બૂમ પાડી રહી છે કે તેણે તેના જન્મદિવસ પર કોઈ આયોજન કેમ ન કર્યુ, વીડિયોમાં યુવતી તેના બોયફ્રેન્ડને (Boyfriend) તેના છેલ્લા જન્મદિવસને ખાસ બનાવવા માટે કોઈ આયોજન કરતા ગુસ્સે થતી જોવા મળી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બોયફ્રેન્ડને આપી ચેતવણી

એટલું જ નહીં યુવતી ને આ વર્ષે તેના જન્મદિવસ (Birthday) પર તેના જીવનસાથી પાસેથી ઘણી આશાઓ છે. યુવતીએ ચેતવણી પણ આપી હતી કે જો આ વખતે તેની અપેક્ષાઓ પૂરી નહીં થાય તો તે શું કરશે. વીડિયોમાં (Video) જ્યારે બોયફ્રેન્ડે કહ્યું કે જન્મદિવસ પર શું અલગ રીતે કરવું, ત્યારે યુવતી કહે છે કે ‘હવે તે પણ કહુ કે ખાસ શું કરવું.’ જ્યારે તેનો પાર્ટનર યુવતીની લાગણીને સમજવામાં નિષ્ફળ જાય છે, ત્યારે યુવતી ગુસ્સે થઈ જાય છે. અને તેના બોયફ્રેન્ડને કહે છે, “જો તે કંઇ આયોજન કર્યું નથી, તો આ વખતે હું કેક (Cake) નહીં કાપુ, અને ખરેખર તારા ચહેરા પર કેક મારીશ.”

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમાં કેટલાક લોકોને યુવતીની ભાવનાત્મક વાતો ખુબ પસંદ આવી રહી છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે આ રીતે યુવકને ચેતવણી આપવી યોગ્ય નથી.

 

આ પણ વાંચો: #INDvENG : કોહલી, રહાણે, પુજારા સહિતના ક્રિકેટરો સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ, યુઝર્સ કહ્યુ “આ NPA છે”

આ પણ વાંચો:  ટ્રેક પર ચઢી આવેલા હાથીનો જીવ બચાવવા ચાલકે લગાવી ઈમરજન્સી બ્રેક, પછી જુઓ શું થયુ આ Viral Videoમાં

Published On - 11:24 am, Fri, 27 August 21

Next Article