ના હોય ! જંગલમાં આ યુવતી છ સિંહણ સાથે કરી રહી છે મસ્તી, અનોખી દોસ્તીનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી 6 સિંહણ સાથે ખૂબ જ મસ્તી સાથે ફરતી જોવા મળી રહી છે.

ના હોય ! જંગલમાં આ યુવતી છ સિંહણ સાથે કરી રહી છે મસ્તી, અનોખી દોસ્તીનો વીડિયો થયો વાયરલ
girl was roaming in the forest with 6 lioness
| Edited By: | Updated on: Jan 13, 2022 | 6:30 PM

Viral Video : સિંહને વિશ્વનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. સિંહને (Lion) જોતા જ ભલભલાની હવા ટાઈટ થઈ જાય છે. શું તમે ક્યારેય કોઈને સિંહ સાથે મસ્તી કરતા કોઈને જોયા છે ? જી હા તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. જેમાં એક યુવતી જે રીતે જંગલમાં છ સિંહણ ( Lioness) સાથે મસ્તી કરતી જોવા મળે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

અનોખી દોસ્તી બની ચર્ચાનો વિષય

સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણી સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ ચોંકી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે. વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક યુવતી સિંહણ સાથે ફરી રહી છે, જેને જોઈને લાગે છે કે જાણે તે સિંહણ સાથે નહીં પરંતુ રમકડાં સાથે રમી રહી છે. આ વીડિયો જંગલનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સિંહણ સાથે આ યુવતી આરામથી ફરતી જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

વીડિયો એ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહણની પાછળ યુવતી ખૂબ મસ્તી કરી રહી છે અને તેના ચહેરા પર સહેજ પણ ડર જોવા મળતો નથી. જો કે સૌથી નવાઈની વાત તો એ છે કે, સિંહણ આ યુવતી પર હુમલો કરતી નથી. તેમનું વર્તન જોઈને લાગે છે કે સિંહણ અને યુવતીની દોસ્તી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

વીડિયોના અંતે તમે જોઈ શકો છો કે યુવતી સિંહણની પૂંછડી પકડે છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર safarigallery નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સને યુવતીનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4600 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો : Video : બસની ઝપેટમાં આવતા માંડ-માંડ બચ્યો આ યુવક, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ પણ વાંચો : Viral Video : કાકાએ ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા