Shocking Video: ગજબ..! યુવતીએ એવી જગ્યાએ પડાવ્યો ફોટો, જોઈને લોકોની નીકળી ગઈ ચીસ

|

Sep 24, 2022 | 7:42 AM

આ વીડિયો ખરેખર ચોંકાવનારો (Shocking Video) છે, કારણ કે યુવતી જે ઉંચાઈ પર બેઠી છે અને જે જગ્યાએ બેઠી છે તે બેદરકારી અને તેના માટે જીવલેણ બની શકે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 48 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Shocking Video: ગજબ..! યુવતીએ એવી જગ્યાએ પડાવ્યો ફોટો, જોઈને લોકોની નીકળી ગઈ ચીસ
girl Viral Video

Follow us on

ચિત્તા સાથે સેલ્ફી લેતાં એક વ્યક્તિના વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે, હવે નેટીઝન્સ આવા ક્રેઝી પિક્ચર (Photo) માટે પોઝ આપતી છોકરીનો વીડિયો (Girl Video) જોઈને ઉમટી પડ્યા છે. વાસ્તવમાં આ છોકરી પહાડના છેલ્લા ભાગમાં બેસીને તેનો વીડિયો શૂટ કરતી જોવા મળે છે. ક્લિપમાં જોઈ શકાય છે કે થોડી ભૂલ અને યુવતી હજારો ફૂટ નીચે પડી શકે છે. આ વીડિયો બ્રાઝિલના રિયો ડી જાનેરોનો છે. વાઈરલ ક્લિપ જેણે પણ જોઈ તેના હોશ ઉડી ગયા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે રિયો ડી જાનેરો શહેરનો અદ્ભુત નજારો જોઈ રહ્યા છો. જ્યાં એક છોકરી પહાડના છેલ્લા ભાગમાં ગુલાબી ટોપમાં બેઠેલી જોવા મળે છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે, કારણ કે યુવતી જે ઉંચાઈ પર બેઠી છે અને જે જગ્યાએ બેઠી છે તે બેદરકારી અને તેના માટે જીવલેણ બની શકે છે. આ વીડિયો જોઈને જ જ્યારે ઘણાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે, તો કલ્પના કરો કે તે જગ્યાએ બેસીને કેવું લાગતું હશે. પરંતુ નવાઈની વાત એ છે કે યુવતીને ઊંચાઈનો કોઈ ડર નથી. તે હસતી-હસતી વીડિયો શૂટ કરાવી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં જૂઓ વીડિયો……..

આ ખૂબ જ ચોંકાવનારો વીડિયો ટ્વિટર પર @closecalls7 હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, રિયો ડી જાનેરોથી 2769 ફૂટ ઉપર. 19 સપ્ટેમ્બરે શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 48 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 57 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે.

જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયો. જો કે, કેટલાક યુઝર્સે યુવતી પર કોમેન્ટ પણ કરી છે અને તેને સાચી વાત કહી છે. લોકો કહે છે કે, આવા કૃત્ય વિશે ફક્ત મૂર્ખ જ વિચારશે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘એક ભૂલ અને સીધેસીધી નીચે’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, મને ખબર નથી કે લોકોને શું થયું છે, તેઓ ફોટોની લાઈક્સ મેળવવાના ચક્કરમાં પોતાના જીવન પર દાવ લગાવી રહ્યા છે.

Next Article